જસદણ

જસદણના સાણથલીમાં પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાત; પરિવારનો હત્યાનો આરોપ

જસદણ તાલુકાના સાણથલી ગામે રહેતી પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ગમગીની છવાઈ જવા પામી છે. મૃતક પરિણીતાના પરિવારે દહેજ બાબતે પતિ દારૂ પીને મારકુટ કરતો હતો અને અગાઉ પણ ગળાચીપ આપી મારી નાખવાની કોશીષ કરી હતી અને પુત્રીને મારીને લટકાવી દીધી હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે પોલીસે પરિણીતાના મૃતદેહને ફોરેન્સીક છે. પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ ખસેડયો જાણવા મળતી વિગત મુજબ, જસદણનાં સાણથલી ગામે રહેતા સુધાબેન અનિલભાઈ પરમાર નામની ૨૫ વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિણીતાના મોતથી પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. મૃતક પરિણીતાના પરિવારે પુત્રીની હત્યા થયાનો સનસનીખેજ આક્ષેપ કરતાં પરિણીતાના મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક પુછપરછમાં મૃતક સુધાબેન એક ભાઈ બે બહેનમાં વચેટ હતી અને તેણીના પાંચ વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતાં અને તેણીને સંતાનમાં એક ત્રણ મહિનાનો પુત્ર છે. પતિ અનિલ પરમાર દહેજ બાબતે દારૂ પીને મારકુટ કરતો અને ત્રાસ આપતો હતો. અગાઉ પણ અનિલ પરમારે ગળાચીપ આપી મારી નાખવાની કોશીષ કરી હતી અને સુધાબેન પરમારની હત્યા કરી લટકાવી દીધી હોવાનું પરિવારે સનસનીખેજ આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Related posts

જસદણ તાલુકાના સાણથલી ગામમાં શ્રી ખોડીયાર ગરબી મંડળ દ્વારા તુલસી વિવાહનું ભવયાતી ભવ્ય આયોજન

Rajesh Limbasiya

જસદણના પાટીદાર શૈક્ષણિક ભવનમાં દિવ્યધામ વલારડી દ્વારા આયોજિત તીર્થયાત્રા મહોત્સવ જુનાગઢ અંતર્ગત પરમ પૂજ્ય સુરાપુરા શ્રી પાતા દાદાના દિવ્ય રથનું સામૈયા તેમજ ઉલ્લાસ સાથે ભાવભર્યું સ્વાગત કર્યું

Rajesh Limbasiya

આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા જે આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક દિવસ ઉજવવામાં તેના ભાગરૂપે જસદણ શહેરના વૃદ્ધ લોકોની કુલ હાર પહેરાવીને તથા આરતી

Rajesh Limbasiya