શ્રી જુનાપીપળીયા તા. શાળામાં વિશ્વ વસ્તી દિન નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ધોરણ ૬ થી ૮ના ૫૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ નંબરે સાકરીયા કુશ, દ્વિતીય નંબરે શિરોયા મિત અને તૃતીય નંબરે સોલંકી પ્રિયાંશ્રી વિજેતા થયા હતાં. વિજેતા થનાર બાળકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-કાનપરથી ઉપસ્થિત ખાતરા સાહેબના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું. અને તમામ બાળકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. શાળાના શિક્ષક મનિષભાઈ કચ્છી દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.

