વિંછીયા

વિંછીયાના રૂપાવટી ગામના યુવાનના બેંક ખાતામાંથી 4. 71 લાખ ઉપડી ગયા

ક્રેડીટ કાર્ડ બંધ કરાવવાની એપ ઇન્સ્ટોલ કરી કહી વિગતો ભરવાનું કહી ગઠીયાઓ કળા કરી ગયા

વિગતો ભરાવી વિંછીયાના રૂપાવટી ગામના યુવાનના બેંક ખાતામાંથી ગઠીયાઓએ 4.71 લાખની રોકડ ઉપાડી લીધી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વિંછીયાના શ્રુપાવટી ગામે રહેતા અને રાજકોટ ગોપાલ ડેરીમાં નોકરી કરતા કિરીટકુમાર હરીલાલ હરીપરાએ મો.નં. ૬૧૪૨૮ ૭૩૨૦૨ તથા વોટ્સએપ નં. ૬૦૦૩૭ ૯૫૩૯૫ વપરાશકર્તા સામે વિંછીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ જણાવ્યા મુજબ ઉકત નંબરના ધારકે ફરીયાદીનું ક્રેડીટ કાર્ડ બંધ કરાવવા માટે ફરીયાદીના મોબાઇલ નંબર ઉપર આઇસીઆઇસીઆઇ બેંકની જુદી-જુદી બે એપ વોટ્સએપમાં મોકલી ઇન્સ્ટોલ કરવાનું જણાવી તેમાં વિગત ભરવાનું કહેતા ફરીયાદીએ વિગતો ભરતા તેના આઇસીઆઇસીઆઇ બેંકના સેવીંગ્ઝ એકાઉન્ટમાંથી 4.71 લાખની રોકડ રકમ ટ્રાન્સફર કરાવી લઇ ફરીયાદી સાથે છેતરપિંડી કરી હતી. આ ફરીયાદ અન્વયે વિંછીયા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી

Related posts

વિંછીયાના દેવપરા પાટીયા નજીક અકસ્માત સર્જાયો એક વ્યક્તિને ઈજા પહોંચી

Rajesh Limbasiya

વિંછીયા તાલુકાના અજમેર ગામે અજમેર સેવા સહકારી મંડળીની સાધારણ સભામાં યોજાય

Rajesh Limbasiya

નાના પાળીયાદ ગામના જવાન હરેશભાઈ મેણીયા ભારતીય સૈન્યમાંથી નિવૃત્ત થતા હરેશભાઇને ” પાંચાળ ગૌરવ એવોર્ડ ” એનાયત કરતા વિનોદભાઈ વાલાણી.

Rajesh Limbasiya