ગોંડલ ના રહેવાસી ૪૫ વર્ષ ના દર્દી ના પેટ માં નાના અતરડા ની જટિલ લોહી ની ગાંઠ ફૂટી જતા, ૧ દિવસ માં લોહી ની ટકાવારી ઘટી ને ૫% થઇ ગઈ હતી. રાજકોટ ની ખાનગી હોસ્પિટલ માં ખર્ચો ખુબ વધારે કહ્યો હતો. જેનું ઇમર્જનસી ધોરણે અતરડા ના બાયપાસ નું ૨.૧/૨ કલાક નું ઓપેરશન આયુષ્માન ભારત યોજના હેઠળ તદ્દન મફત કરી આપવા માં આવ્યું હતું. હોસ્પિટલ માં અદ્યતન સાધન & નવી ટેકનોલોજી વાળા ઓપેરશન થેટરે ની મદદ થી આ ઓપેરશન સફળ નીવડ્યું હતું. દર્દી & સગાવાળા એ ડો. જેમીન કાલોલ (સર્જન) & તેમની ટીમ , ડો. જયદીપ – ડો. હાર્દિક (એનેસ્થેટીસ્ટ) & તેમની ટીમ, ડો. નવનીત બોદર (મેનેજમેન્ટ ) આયુષમન ટીમસાથે જ તેમણે કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના મેનેજિંગટ્રસ્ટી ડો.ભરતભાઈ બોઘરાનો આભાર માન્યો હતો.
