જસદણ ન્યાયમંદિર ખાતે ૧૫ મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ.જેમાં જસદણ ન્યાય મંદિરના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજશ્રી કે.એન.દવે તથા એડિશનલ સિવિલ જજશ્રી વી.એ.ઠકકર તથા વિંછીયાના પ્રિન્સિપાલ સિવિલ જ્જશ્રી કે.એન. જોષીની હાજરીમા ૭૮ માં સ્વત્રંતતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. આ ભવ્ય ઉજવણી પ્રસંગ નિમિતે જસદણ કોર્ટના એ.પી.પી.શ્રી કે.એમ.ચૌધરી, રજિસ્ટારશ્રી એમ.બી પંડ્યા તથા જસદણ બાર એસોસિયેશન પ્રમુખ પ્રતિનિધીશ્રી એમ.જે.આર્ચાય, ઉપપ્રમુખશ્રી વાય.એલ દલાલ તથા જસદણ બાર એસોસિયેશન કમિટી મેમ્બરો તેમજ સિનિયર ધારાશાસ્ત્રીશ્રી વી.એન.વાલાણી, આર.એન.શેઠ, જાગેશભાઈ મણીયાર, આર.એસ.નાગાણી, હરેશભાઈ સોલંકી, મધુબેન તોગડીયા તથા ઘણા બધા સિનિયર અને જુનિયર વકિલમિત્રો તથા કોર્ટ કર્મચારીગણો તથા પોલીસ કર્મચારીશ્રીઓ હાજર રહેલ તેમ એડવોકેટ પ્રકાશ પ્રજાપતીએ તેમની યાદીમાં જણાવેલ છે.
