જસદણ

જસદણ ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જસદણ તાલુકા દ્વારા ટીચર ટ્રેનીંગ યોજાય

જસદણ ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જસદણ તાલુકા દ્વારા ટીચર ટ્રેનીંગ યોજાઈ હતી જેમાં 300 થી વધારે શિક્ષકોએ ભાગ લીધો હતો. શિક્ષકોને ટ્રેનિંગ આપવા માટે પ્રોફેશનલ ટ્રેનર અમદાવાદથી પરેશભાઇ ભટ્ટ ટ્રેનિંગ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલક મંડળના પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા તેમજ મહામંત્રી હિતેશભાઈ રામાણી, ધર્મેરાભાઈ રામાણી તેમજ તમામ કારોબારી હોદેદારો થતા મંડળના તમામ સભ્યોનેની મહેનતથી આ કાર્યક્રમમાં 300 થી વધારે શિક્ષકોએ લાભ લીધો હતો. અને દરેક શિક્ષકોને મંડળ દ્વારા એજ્યુકેશન કીટ આપવામાં આવી હતી. અને કાર્યક્રમને અંતે શિક્ષકોનો પ્રતિસાદ પણ ખૂબ સારો રહ્યો હતો આગામી સમયમાં ફરી એકવાર આ કાર્યક્રમનું આયોજન પણ ઘરો અને આ કાર્યક્રમમાં જસદણ તાલુકાની શ્રી આસ્થા વિધાલય વિધાલય, શ્રી વૃંદાવન સ્કૂલ, શ્રી યશોદા સ્કૂલ, શ્રી વિવેકાનંદ વિધાલય સરધાર, શ્રી સાંદિપની વિધાલય જસદણ, શ્રી વિવેકાનંદ સ્કૂલ બળધોઈ, શ્રી આદર્શ વિધાલય ડોડીયાળા, ઇકરા સ્કૂલ, શ્રી આશાપુરા વિધાલય જસદણ, શ્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કોઠી, શ્રીતક્ષશિલા વિધાલય જસદણ, શ્રી ક્રિષ્ના સ્કૂલ, વિધાવિહાર વિધાલય આટકોટ, અલ્ટ્રા માય સ્કૂલ જસદણ,શ્રી સર્વોદય સ્કૂલ, શ્રી ઓમકાર સ્કૂલ, શ્રી શિવમ વિધાલય, શ્રી વિવેકાનંદ વિદ્યાલય ભાડલા, સરદાર પટેલ વિધાલય ભાડલા, સરદાર પટેલ વિધાલય સાણથલી, શ્રી શિવમ વિધાલય કમળાપુર, શ્રીવજીબા વિધાલય કમળાપુર, શ્રી આરુણી વિધાલય સાણથલી, ઓમ શ્રી નાલંદા વિદ્યાલય વીરનગર, શ્રી શિવ વિધાલય વીરનગર, શ્રી પાર્થ સ્કૂલ મોટા દડવા, શ્રી મોહન દાદા વિધાલય લીલાપુર ન્યુ એરા સ્કૂલ જસદણ,વગેરે શાળા ના શિક્ષકો એ આ પ્રોગ્રામ નો લાભ લઈ ને પોતાના ઉચ્ચ કારકિર્દી તરફ લઈ જવા માટે જ્ઞાન મેળવ્યું હતું, ક્રાર્યક્રમને અંતે સ્થર નિર્બળ શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાવેશ ભાઇ વેકરીયા દ્વારા દરેક શિક્ષક મિત્રો તેમજ મંડળના દરેક સભ્યોનો અને ટ્રેનરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Related posts

જસદણ રામેશ્વર મંદિર ખાતે ભવ્ય સત્સંગ યોજાયો હતો મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા

Rajesh Limbasiya

જસદણના સાણથલી ગામે 24 કલાકનુ રામાપીરનુ નું આખ્યાન યોજાશે. દિલીપભાઈ ડાભીએ આપી પ્રતિક્રિયા

Rajesh Limbasiya

દોલતપર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન

Rajesh Limbasiya