જંગવડ ગામે રંગાણી પરીવાર દ્વારા વડીલ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરાએ પણ હાજરી આપી હતી સાથે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મહંત ભાર્ગવદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હતા અને પરીવાર તેમજ ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા આ આયોજન હસુભાઈ રંગાણી, શૈલેષભાઈ રંગાણી તેમજ સમસ્ત રંગાણી પરીવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
રીપોર્ટ રસીક વીસાવળીયા જસદણ
