જસદણ

જસદણ રામેશ્વર મંદિર ખાતે ભવ્ય સત્સંગ યોજાયો હતો મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા

જસદણ રામેશ્વર મંદિરે એક ભવ્ય સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ગુજરાત મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકાબેન સરાડવા તેમજ રાજકોટ મહિલા મોરચાના અધ્યક્ષ સોનલબેન વસાણી હાજર રહ્યા હતા તેમને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નવી સંસદમાં પહેલું જ બિલ મહિલાઓ નું સન્માન વધારે તેવું પાસ કરાવી મહિલાઓના રાજકીય ક્ષેત્રે ભાગીદારી વધે તેમની માટે લોકસભા અને રાજ્યસભામાં બિલ પાસ કરાવી મહિલાઓનું સન્માન વધાર્યું તે અનુસંધાને જસદણ રામેશ્વર મંદિરે દીપિકાબેન સરાડવા બહેનોને સરળ ભાષામાં સમજાવ્યું તદ ઉપરાંત ભારત સરકારની ગુજરાત સરકારની મહિલાઓને લગતી સરકારી યોજના થી વાકેફ કરાવી એક અનોખો સત્સંગ હર હર મોદી ઘર ઘર મોદી જીનું નામ લઇ સત્સંગની રમઝટ બોલાવેલ હતી તે પ્રસંગે ભાજપ અગ્રણી ચંદુભાઈ કચ્છી દેવશીભાઈ ટાઢાણી ભરતભાઈ છાયાણી સંજયભાઈ હરખાણી કમલેશભાઈ પાનસુરીયા મેહુલભાઈ પારખીયા તેમજ રામેશ્વર મહિલા સત્સંગ મંડળ રામેશ્વર મંડળના તમામ યુવાનો બિંદીયાબેન મનિષાબેન તમામ મોરચાના મહામંત્રીઓ પ્રમુખો હાજર રહી આ સત્સંગને વિશિષ્ટ સત્સંગ બનાવવા પ્રયત્ન કરેલ હતો તેમ જ સત્સંગ પૂર્ણ થયા બાદ તમામ લોકોએ પ્રસાદ લીધેલ

રિપોર્ટ:- વિજય ચૌહાણ, જસદણ

Related posts

જસદણ સીવીલ હોસ્પિટલમાં દોઠ કિલો વજન બાળક નો જન્મ

Rajesh Limbasiya

જસદણમાં કાવતરું રચી બળાત્કારની ફરિયાદ કરવાની આપી ધમકી,દૂધનો વ્યવસાય કરનાર વ્યક્તિ એ નોંધાવી ફરિયાદ,

Rajesh Limbasiya

જસદણના ડો. દીપક રામાણી સાહેબની સફળ સર્જરીથી બાળકને નવજીવન મળ્યું

Rajesh Limbasiya