રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં રહેતા અને જસદણની આર.ડી.સી. બેન્કમાં પ્યુન તરીકે નોકરી કરતા હરેશભાઈ ઉર્ફેKoiહરિભાઈ મગનભાઈ રામાણી દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં તારીખ ૧૯ જુલાઈ ૨૦૨૩ના રોજ ફરિયાદ કરેલ. આમ ફરીયાદીએ જસદણ પોલીસ સ્ટેશનમાં લખાવેલ ફરિયાદ મુજબ પોતે મકાન લીધેલ હોય અને પૈસાની જરૂરત પડતાં અલગ અલગ વ્યક્તિઓ પાસે જઈને પૈસા લીધેલ અને ફરિયાદમાં જણાવ્યા મુજબ ક્રમ નંબર (૩) રણજીતભાઈ વાળા અને ક્રમ નંબર (૮) કુલદીપભાઈ રણજીતભાઈ વાળાનું નામ જણાવેલ અને ખરી હકીકતે ફરિયાદી પોતાના મિત્રને સાથે લઈને રણજીતભાઈ વાળા પાસે જઈને ખરેખર પૈસાની જરૂર હોય તેવી વાત કરતા રણજીતભાઈ દાદભાઈ વાળા દ્વારા મિત્રના મિત્ર હોવાથી અને ભલામણથી ખરેખર મદદના હેતુથી પૈસા આપવામાં આવે છે અને સમય મર્યાદા પૂર્ણ થયા બાદ આપેલ પૈસાની પરત માંગણી કરતા ફરિયાદી દ્વારા જસદણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ. આમ સઘળી અને તટસ્થતપાસ જસદણ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ. આમ રણજીતભાઈ દાદભાઇ વાળા અને કુલદીપભાઈ રણજીતભાઈને ફરિયાદની જાણ થતા તેઓ સામેથી જસદણ પોલીસ સ્ટેશનમાં હાજર થયેલ અને પોલીસ અધિકારીઓ દ્વારા તેઓને પોલીસ કસ્ટડી કરી જરૂરી સાધનિક કાગળો સાથે જસદણ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ. આમ રણજીતભાઈ દાદભાઈ વાળા અને કુલદીપભાઈ રણજીતભાઈ વાળા પક્ષે જસદણના યુવા એડવોકેટે પ્રકાશ પ્રજાપતી રોકાયેલા હતા અને એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા નામદાર કોર્ટ સમક્ષ ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબની વિગત તેમજ જામીન અરજી સાથે સાચી હકીકત જણાવી નામદાર કોર્ટ સમક્ષ સઘળી બાબતોને ધ્યાને મુકેલ તેમજ ઘારદારદલીલો કરેલ. આમ નામદાર કોર્ટ દ્વારા આ તમામ સઘળી અને સાચી હકીકતોને ધ્યાને લઈ રણજીતભાઈ દાદભાઈ વાળા અને કુલદીપભાઈ રણજીતભાઈ વાળાના જામીન મંજૂર કરી અને જામીન પર છોડવાનો હુકમ કરવામાં આવેલ. આમ રણજીતભાઈ વાળા અને કુલદીપભાઈ રણજીતભાઈ વાળાના એડવોકેટ તરીકે જસદણના યુવા એડવોકેટ પ્રકાશ પ્રજાપતી રોકાયેલા હતા.
previous post
