વીંછીયાના પીપરડી ગામમાં રહેતા યુવાનને ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી પ્રશ્ને બે શખ્સોએ લાકડી વડે માર મારતા ફરીયાદ થઇ છે. મળતી વિગત મુજબ પીપરડી ગામમાં રહેતા ભલાભાઇ કરશનભાઇ ચાવડા ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે ઘર પાસે રહેતા દિનેશ વાલજીભાઇ પરમાર અને તેનો ભાઇ સુરેશ પરમાર બંનેએ ફોન કરી ભલાભાઇને તેના ઘર પાસે બજારમાં બોલાવી દિનેશે ઉછીના આપેલા રૂા. ૧૦૦૦ ની માંગણી કરી ભલાભાઇ સાથે ગાળો આપી લાકડી વડે માર મારી ભલાભાઇને ડાબા હાથમાં ફ્રેકચર જેવી ઇજા કરી નાસી ગયા હતાં.બાદ ભલાભાઇને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ અંગે ભલાભાઇએ વિંછીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ મનોજભાઇ ડાભીએ તપાસ હાથ ધરી છે
