જસદણ

શ્રી શિવમ વિદ્યાલય કમળાપુર શાળા ના પ્રાંગણ માં ધો- ૯ થી ૧૨ ની વિદ્યાર્થિની માટે માસિક સ્રાવ જાગૃતિ કાર્યકમ નું આયોજન કરાયું

શ્રી શિવમ વિદ્યાલય કમળાપુર શાળા ના પ્રાંગણ માં શ્રી જયેશભાઈ ઢોલરિયા અને શાળા ના સ્તફગણ દ્વારા ધો- ૯ થી ૧૨ ની વિદ્યાર્થિની માટે માસિક સ્રાવ જાગૃતિ કાર્યકમ નું આયોજન તા-૧/૧/૨૦૨૪ ને સોમવાર ના રોજ કરેલું જે કાર્યક્રમ નું આયોજન કમળાપુર પી. એચ. સી. દ્વારા થયેલું. જે કાર્યક્રમ માં જસદણ થી ડૉ. શીતલબેન મેનિયા અને ડૉ. જસમિતાબેન ભૂવા એ સર્વે બહેનો ને માસિક સ્રાવ કેવીરીતે થાય છે? તથા તેની જાગૃતિ સ્વચ્છતા અને તેની સાથે જોડાયેલી અંધશ્રદ્ધા દૂર કરી બહેનો ને સ્વસ્થ અને તંદુરસ્તજીવનશૈલી વિશે માહિતી આપેલી. આ કાર્યક્રમાં ડૉ. આર. ડી. ગાર્ડી હાઈ્કૂલ ની ધો- ૯ થી ૧૨ ની વિદ્યાર્થિનીઓ તથા મહિલા સ્ટાફ ડૉ. શ્વેતાબેન અગ્રાવત અને યોગીતાંબેન મણવાર એ હાજરી આપી હતી સાથે શિવમ શાળા ની ધો – ૬ થી ૧૨ ની વિદ્યાર્થિનીઓ અને શાળા સ્ટાફ e ભાગ લીધેલો આ કાર્યક્રમ બાદ શિવમ શાળા દ્વારા વિદ્યાર્થિનીઓ માટે નાસ્તા નું પણ આયોજન કરેલું આવા જાગૃતિ કાર્યકમ ની બાબત સરાહનીય છે.

રીપોર્ટ રસીક વીસાવળીયા જસદણ

Related posts

પ્રભુ સદભાવના સેવા સમિતિ જસદણ દ્વારા ગરમ સ્વેટર અર્પણ વિધિ કરવામાં આવી

Rajesh Limbasiya

જસદણના એક યુવકે સગીરાને બે વખત ભગાડી લઇ જઇ યુવકે દુષ્કર્મ આચર્યું

Rajesh Limbasiya

જસદણ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ જસદણની યુગ રેસી ડેન્સી સોસાયટીમાં ગણપતિ ની આરતીમાં હાજરી આપી

Rajesh Limbasiya