જસદણ વીંછીયા વિધાનસભા 72 ના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પાણી પુરવઠાના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના વિસ્તારમાં ખેડૂતોને પીયત પાણીની ખેંચ હોવા છતાં કેમ સૌની યોજનાનું પાણી આપવામાં નથી આવતું અને ખાલીડેમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ ઉપર તાયફા કરીને પાણીનો બગાડ કરવામાં આવે છે, જો આ પાણી સૌરાષ્ટ્રના ડેમો ભરવામાં આવ્યા હોત તો ખેડૂતોનો પાક બચી જાત અને ખેડૂત વિરોધી ભાજપ સરકાર જો સૌની યોજનાથી ડેમ ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂતોને સાથે રાખી આંદોલન કરવામાં આવશે જે આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ હિતેશભાઈ ખાખરીયા દ્વારા જણાવ્યુ હતું.
