ગુજરાત

જસદણ સરકારી હોસ્પિટલમાં એક દિવસમાં 14 ડિલિવરી: 12 નોર્મલ અને 2 સિઝરીયનમાં 14 બાળકોએ જન્મ લીધો; માતા સાથે બાળ તંદુરસ્ત હોવાથી ખુશીની લહેર છવાઈ જસદણ 108 દ્વારા દર્દીઓને સુરક્ષિત ઘરે પહોંચાડ્યા

જસદણ સરકારી હોસિ્પટલનાં ગાયનેક ડો ,સોરોહી હિરપરા તેમજ તબીબની ટીમ દ્વારા એકજ દિવસે આવેલી 14 સગર્ભા મહિલાની ડિલિવરી કરાવી પ્રેરણા દાયક ઉત્કૃષ્ટ કામગીરીનું ઉદાહરણ પુરૂ પાડેલું હતું. 12 મહિલાની નોર્મલ ડિલિવરી કરવામાં આવી છે. તેમજ મહિલાની અતીશય મુશ્કેલી ભરી ઈમરજન્સી અને પાણીની ઘટ હોવાં છતાં જોખમ સાથે સિઝરીયન કરીને માતા બાળક બન્ને નવી જીંદગી બચાવી ગરીબ શ્રમિક મધ્યમ વર્ગના ગામિણ વિસ્તારનાં આ મહિલા પરિવારનાં ઘરોમાં ખુશીનો માહોલ ફેલાઈ ગયો હતો.

જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેવાડા સુધી બંધાળી ,અમરાપુર ,કમળાપુર, કુલજર ,ગોડલાધાર ,ભડલી, બળધોઈ ,સુખપર ,નાની કુંડળ ,અમરાપુર ,ચોબારી જેવાં દૂર સુધીની સગર્ભા મહિલા દ્વારા ડિલિવરીનો સમય પૂર્વે થતાં ઉના સરકારી હોસ્પિટલ ખાતે આવતાં તબીબીઓ અને સ્ટાફ દ્વારા પોતાની શ્રેષ્ઠ સેવા આપી છે. એકજ દિવસે 14 મહિલાની સલામત અને આવનાર બાળક સાથે માતાની સતત કાળજી પૂર્વક નોર્મલ ડિલિવરી કરાવેલી હોય આવા કિસ્સામાં હોસ્પિટલનાં ગાયનેક તબીબ તાત્કાલિક ઓપરેશન દ્વારા બાળકનો જન્મ કરાવીને માતા બાળકને સુરક્ષા સાથે નર્સિંગ હોમમાં દાખલ કરીને ડોક્ટરોએ પોતાની કામગીરી પ્રજા સમક્ષ મૂકી શ્રેષ્ઠ કામગીરીનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આવી તદન ફ્રી આરોગ્ય સેવાનાં લાભ દરેક વ્યક્તિ ઉઠાવી આર્થિક ખર્ચમાંથી બચાવી લીધા હોવાનું સરકારી હોસ્પિટલનાં અધિક્ષકે જણાવ્યું હતું.

આવી રીતે શ્રેષ્ઠ સેવા જસદણ શહેરની સરકારી હોસ્પિટલમાં જોવાં મળી છે. ત્યાં એક દિવસમાં 14 સગર્ભા મહિલા પોતાની કુખે જન્મ બાળકની ડિલિવરી તદ્દન નોર્મલ કરાવી હતી. તમામ બાળકો અને મહિલા સંપૂર્ણપણે તંદુરસ્ત અને સુરક્ષીત હતા. સરકારના નિયમો અનુસાર તેમને 24 કલાક બાદ હોસ્પિટલનાં તબીબે રજા આપતાં 108 ની ટીમ દ્વારા તમામ દર્દીઓને હસતાં મુખે પરિવારજનો ઘરે જતાં તબીબ અને નર્સિંગ સ્ટાફની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો.

સરકારી હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આવતી ડિલિવરીનાં મોટાં ભાગનાં કેસોમાં નોર્મલ ડિલિવરી કરાવાઈ છે. ત્યાંરે જુજ કેસમાં સિઝરીયન ઓપરેશન દ્વારા ડિલિવરી કરાવાઈ છે. આ રેકર્ડ આધારીત સત્ય છે. કોઈપણ ખર્ચ કે સગર્ભા મહિલાનાં શરીરને નુકસાન વગર હસતાં મુખે ડિલિવરી નોર્મલ થાય અને પરિવારજનોને કોઈ ચિંતા ભાગદોડ કર્યા વગર સંતોષ પુર્વક આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ સેવાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. માનવતાના દેવતા સમાન આવાં તબીબને બિરદાવી તેમનાં મનોબળ મજબૂત કરવા આમ પ્રજાજનોએ ડિલિવરી જેવાં સમયે સરકારી હોસ્પિટલને પ્રાથમિકતા આપશે. મોટાં ખર્ચ અને મહિલા બાળકનાં શરીરને ભવિષ્યમાં કોઈ નુકસાન નહીં પહોંચે તેવું જન્મ આપનારી માતાઓએ પોતાનો સૂર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ

Related posts

જૂનાગઢની જાગૃત જન સેવા મહિલા મંડળ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા શ્રમિક લોકોને ફૂડ પેકેટ વિતરણ કરાયું

Rajesh Limbasiya