વિંછીયા

25/09/2023 ના રોજ વીંછીયા તાલુકાના આસલપુર ગામે સનેડા માંથી પડી જતા મોત નીપજ્યું,પાળીયાદ ની હોસ્પિટલમાં પહોંચે તે પહેલાં રસ્તામાં જ દમ તોડી દીધો હતો

ખેડૂત બળવંત ભાઈ હેમુભાઈ ડોડીયા ઉમર વર્ષ 55 ખેતર વાડીમાં કામ કરી સાંજના સમયે ખેતીનું વાહન સનેડો લઈને ઘરે જાવા માટે નિકયા હતા પરંતુ ઘરે પહોંચે તે પહેલાં સનેડો વાહનમાંથી પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી

રસ્તામાં લોહિ લુહાણ હાલતમાં પડેલ બળવંતભાઈ આજુબાજુ ખેતરવાળા ખેડૂતો એ પરિવારના લોકોને જાણ કરી

મૃતક ખેડૂત બળવંતભાઈ હેમુભાઈ ડોડીયા સારવાર અર્થે ખાનગી વાહનમાં પાળીયાદની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા મૃતદેહ પી.એમ થયા બાદ પરિવાર ને અંતિમ વિધિ માટે લઈ જવાયો

મૃતક બળવંત ભાઈ હેમુભાઈ ડોડીયા ને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર હતા અને એક પત્ની ઘરે પરિવાર રાહ જોઇને બેઠો હતો ઘરે પિતા ક્યારે આવે પણ પિતા વાડીએ થી કામ કરી ને ઘરે પહોંચે તે પહેલાં કાળ ભરખી ગયો

Related posts

વિંછીયા અદાલત દ્વારા ચોરીના કેસમાં આરોપીને છ માસની સજા ફટકારવામાં આવી

Rajesh Limbasiya

વિંછીયા: વાંગધ્રા બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો લક્ઝરી બસે 10 માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને હડફેટે લેતા અકસ્માત

Rajesh Limbasiya

રામનવમી નિમિત્તે વિંછીયા રામજી મંદિર ખાતે રામનવમીની ઉજવણી કરવામાં આવી.

Rajesh Limbasiya