અદ્રશ્ય શક્તિ સંચાલિત સંસ્થા નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણના આયોજન હેઠળ આરોગ્ય મંદિરના મુખ્ય પટાંગણમાં રામાણી જનરલ હોસ્પિટલના ખ્યાતનામ સર્જન ડો. દીપક રામાણી સાહેબના અધ્યક્ષ સ્થાને આગામી તારીખ ૮/૧૦/૨૩ ને રવિવારના રોજ યોજાનાર અર્પણ વિધી સાથે સેવા – સહયોગ સન્માન સમારોહના ભવ્ય કાર્યક્રમમાં સ્વામી નારાયણ સંપ્રદાયના વંદનીય સંતશ્રી ભક્તિજીવનદાસ સ્વામીએ કાર્યક્રમમાં શુભ આશિષ અર્પવા ઉપસ્થિત રહેવા માટે ઈચ્છા વ્યકત કરી હતી વંદનીય સંત શ્રી ભક્તિજીવનદાસ સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ડો. દીપક રામાણી સાહેબે ધન્યતા અનુભવી હતી
