વિંછીયા

25/09/2023 ના રોજ વીંછીયા તાલુકાના આસલપુર ગામે સનેડા માંથી પડી જતા મોત નીપજ્યું,પાળીયાદ ની હોસ્પિટલમાં પહોંચે તે પહેલાં રસ્તામાં જ દમ તોડી દીધો હતો

ખેડૂત બળવંત ભાઈ હેમુભાઈ ડોડીયા ઉમર વર્ષ 55 ખેતર વાડીમાં કામ કરી સાંજના સમયે ખેતીનું વાહન સનેડો લઈને ઘરે જાવા માટે નિકયા હતા પરંતુ ઘરે પહોંચે તે પહેલાં સનેડો વાહનમાંથી પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી

રસ્તામાં લોહિ લુહાણ હાલતમાં પડેલ બળવંતભાઈ આજુબાજુ ખેતરવાળા ખેડૂતો એ પરિવારના લોકોને જાણ કરી

મૃતક ખેડૂત બળવંતભાઈ હેમુભાઈ ડોડીયા સારવાર અર્થે ખાનગી વાહનમાં પાળીયાદની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા મૃતદેહ પી.એમ થયા બાદ પરિવાર ને અંતિમ વિધિ માટે લઈ જવાયો

મૃતક બળવંત ભાઈ હેમુભાઈ ડોડીયા ને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર હતા અને એક પત્ની ઘરે પરિવાર રાહ જોઇને બેઠો હતો ઘરે પિતા ક્યારે આવે પણ પિતા વાડીએ થી કામ કરી ને ઘરે પહોંચે તે પહેલાં કાળ ભરખી ગયો

Related posts

વિંછીયા ના પીપરડી ગામની કોળી સમાજની દિકરીએ આર્મી ની તાલીમ પૂર્ણ કરી માદરે વતન પધારતા ” વતનકે રખવાલે સ્વાગત સન્માન સમારોહ અને ભવ્ય રેલીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો

Rajesh Limbasiya

નાના પાળીયાદ ગામના જવાન હરેશભાઈ મેણીયા ભારતીય સૈન્યમાંથી નિવૃત્ત થતા હરેશભાઇને ” પાંચાળ ગૌરવ એવોર્ડ ” એનાયત કરતા વિનોદભાઈ વાલાણી.

Rajesh Limbasiya

વિંછીયા તાલુકા પંચાયત કચેરી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું

Rajesh Limbasiya