જસદણ

જસદણમાં ચિતલીયા રોડ પર રહેતા 43 વર્ષીય મહિલાનો તેના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત.

જસદણમાં ચિતલીયા રોડ પર આવેલ ગોવિંદનગરમાં રહેતા દયાબેન ગીરીશભાઈ કાપડીયા(ઉ.વ.43) એ પોતાના ઘરે એકલતાનો લાભ ઉઠાવી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવની જાણ થતા તેમના પરિવારજનો તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા અને દયાબેનને જસદણની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. પરંતુ ત્યાં હાજર તબીબે દયાબેનને મૃત જાહેર કરતા પરિવારજનો શોકાતુર થઈ ગયા હતા. આ આપઘાતના બનાવની જાણ કરાતા જસદણ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને મૃતકના પરિવારજનોના નિવેદનો લઈ મૃતકની લાશને પી.એમ. અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક દયાબેનના પતિ હીરા ઘસવાનું કામ કરે અને તેમને સંતાનમાં બે દીકરા છે. પરંતુ દયાબેને અગમ્યકારણોસર આ પગલું ભરી લેતા બન્ને સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. હાલ આ આપઘાતના બનાવની વધુ તપાસ જસદણ પોલીસ ચલાવી રહી છે.

Related posts

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ભરતભાઈ બોઘરા પોતાના વતન કમળાપુર ખાતેના નિવાસસ્થાને ગ્રામજનો, કાર્યકર્તાઓ ને શુભકામનાઓ પાઠવશે.

Rajesh Limbasiya

જસદણ: આંબડી ગામે આંગણવાડી ની બાજુમાં જાહેરમાં જુગાર રમતા આઠ લોકોને ધડપકડ કરી રૂપિયા 12,380 રૂપિયાનો મુદ્દામાલ જસદણ પોલીસે જપ્ત કર્યો

Rajesh Limbasiya

જસદણમાં ભારે વરસાદના કારણે કપાસ અને મગફળીના પાકને વ્યાપક નુકસાન થતા જસદના આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર ને આવેદનપત્ર પાઠવાયું

Rajesh Limbasiya