આટકોટ માં જસદણ રોડ પર આવેલા ગોકુલધામ સોસાયટી માં રહેતાં સંજયભાઈ કાવટીયા નાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું વંડી ટપી ને કાચની બારી ઉચી કરી ને અંદર પ્રવેશી રૂમમાં રહેલાં કબાટમાં તાળાં તોડી તિજોરી માં રાખેલાં રોકડા રૂપિયા પચાસ હજાર તેમજ એક સોનાનો ઓમકાર ની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા સંજયભાઈ કાવટીયા બહાર ગામ ગયા હોય રાત્રીના સમયે મકાનમાંથી તસ્કરો એ નિરાંતે ચોરી કરી કોઈ જાણભેદુ હોવાની શંકા સેવાય છે ધટના સ્થળે આટકોટ પોલીસ દોડી તપાસ હાથ ધરી હતી થોડાં દિવસ પહેલા કૈલાસનગર વિસ્તારમાં માં ધોળા દિવસે ચોરી નો બનાવ બન્યો હતો ત્યારે તસ્કરો ને હવે મોકળું મેદાન મળી ગયું છે પોલીસ પેટ્રોલિંગ વધારી દેવું જોઈએ વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે હજું શિયાળો બાકી છે ત્યાં તસ્કરો દેખાયાં ફરી લોકો રાત ઉજાગર કરવા પડશે ચોક પહેરો ભરવો પડશે તેવું લાગી રહ્યું છે
