વિંછીયા

નાના પાળીયાદ ગામના જવાન હરેશભાઈ મેણીયા ભારતીય સૈન્યમાંથી નિવૃત્ત થતા હરેશભાઇને ” પાંચાળ ગૌરવ એવોર્ડ ” એનાયત કરતા વિનોદભાઈ વાલાણી.

પાંચાળનું ખમીર અને કોળી સમાજનું અણમોલ રતન બોટાદ જિલ્લાના નાના પાળીયાદ ગામનું ગૌરવ હરેશભાઈ હનુભાઈ મેણીયા માં ભોમની રક્ષા કાજે ભારતીય સૈન્યમાં ૧૭ વર્ષ નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી ગૌરવ પૂર્વક આર્મીમાંથી રીટાયર્ડ થઈ માદરે વતન પાંચાળની ધન્ય ધરામાં પધારતા મોટા પાળીયાદ ચોકડી થી નાના પાળીયાદ સુધી હજારોની સંખ્યામાં પાંચાળવાસીઓ ” વતન કે રખવાલે ” સ્વાગત સન્માન રેલીમાં હતા અને અભૂતપૂર્વક માનવ મહેરામણ ઉમટી પડી જવાનનું ઉમળકાભેર સ્વાગત કર્યું ,આ પ્રસંગે પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ ખાસ હાજર આપી સરહદના સૈનિકને ” પાંચાળ ગૌરવ એવોર્ડ ” એનાયત કરી હરેશભાઇને શાલ ઓઢાડી અને પ્રતિક રૂપે રથ આપી દિવ્ય અને ભવ્ય સ્વાગત કર્યું હતું,આ પ્રસંગે ભારત માતા કી જય અને વંદે માતરમ્ ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ

Related posts

વિંછીયામાં આવેલ રાજપરા મોટા મઢ મંદિરમાં ચોરીનો બનાવ

Rajesh Limbasiya

વિંછીયાના દેવપરા પાટીયા નજીક અકસ્માત સર્જાયો એક વ્યક્તિને ઈજા પહોંચી

Rajesh Limbasiya

વિંછીયા તાલુકાના બંધાળી ગામે પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ ઉપસ્થિત રહ્યા

Rajesh Limbasiya