જસદણ

જસદણના બાખલવડ ગામ પાસે કારે સાયકલને ઉલાળતા પ્રૌઢ ગોરધનભાઇ પલાળીયાનું મોત

જસદણના બાખલવડ ગામ પાસે કારે સાયકલને ઉલાળતા વાડીએ જતા કોળી પ્રૌઢનું મોત નિપજયું હતું.મળતી વિગત મુજબ જસદણના બાખલવડ ગામે રહેતા ગોરધનભાઇ ટપુભાઇ પલાળીયા (ઉ.વ.૫૭) પોતાની સાયકલ ઉપર વાડીએ જતા હતા ત્યારે સ્મશાન પાસે રોડ ઉપર કાર નં. જી.જે. ૦૩ -૫૪૬૪ ના ચાલાકે હડફેટે લેતા સાયકલસ્વાર ગોરધનભાઇ ગંભીર ઇજા થતા પ્રથમ જસદણ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પીટલમાં ખસેડયાા હતા જયાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજયું હતું. મૃતક ખેતી કરતા હતા અને સંતાનમાં બે પુત્ર અને ચાર પુત્રી છે. જેણે પિતાની છત્રછાયા ગુમાવતા કોળી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.જસદણ પોલીસે મૃતકના પુત્ર અલ્પેશભાઇની ફરયાદ ઉપરથી કાર ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

શ્રી શિવમ વિદ્યાલય કમળાપુર શાળા ના પ્રાંગણ માં ધો- ૯ થી ૧૨ ની વિદ્યાર્થિની માટે માસિક સ્રાવ જાગૃતિ કાર્યકમ નું આયોજન કરાયું

Rajesh Limbasiya

જસદણના ચીતલીયા કુવા રોડ ઉપર આવેલ વાડી વિસ્તારમાં કુવામાં ગાય ખાબકતા ક્રેન દ્વારા ગાયને બહાર કઢાય

Rajesh Limbasiya

જસદણ તાલુકાના ચિતલીયા ગામમાં તુલસી વિવાહનું આયોજન

Rajesh Limbasiya