જસદણ

આવતીકાલે જસદણમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ પાટીદારોને મળશે

આગામી 21મી જાન્યુઆરી 2024ના રોજ કાગવડ સ્થિત ખોડલધામની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને સાત વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે ખોડલધામ દ્વારા વધુ એક પ્રકલ્પ સાર્થક બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અમરેલી ગામ ખાતે સર્વ સમાજ માટે અધ્યતન કેન્સર હોસ્પિટલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે. આગામી 21મી જાન્યુઆરી 2024ના રોજ દીકરીઓ દ્વારા કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવશે. જ્યારે કે આ પ્રસંગના સાક્ષી લાખો લોકો ખોડલધામના પટાંગણ ખાતે બનશે. કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે નરેશ પટેલ દ્વારા 17 ડિસેમ્બરથી ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યના પ્રવાસનો શુભારંભ શરૂ કરવામાં આવ્યો છે તેમણે 17 ડિસેમ્બરના રોજ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવીને નરેશ પટેલ પ્રવાસમાં છે જે પ્રવાસ છ જાન્યુઆરી સુધી ચાલશે અમરેલી ગામ ખાતે પ્રથમ તબક્કામાં 200 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે. જે હોસ્પિટલમાં દર્દીઓ તેમજ તેમના પરિવારજનો માટેની પણ સુવિધાઓ ઊભી કરવામાં આવશે. તો સાથે જ હોસ્પિટલમાં સંશોધન કેન્દ્ર પણ ઊભું કરવામાં આવશે આ પ્રસંગને અનુલક્ષીને કાલે તા.21 ગુરુવારના રોજ સવારે 10:30 કલાકે પાટીદાર ભવન આટકોટરોડ જસદણ ખાતે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ પધારતા હોવાથી આગેવાનો સમિતિના ભાઈ બહેનોને પધારવા જાહેર હાર્દિક નિમંત્રણ નરેશભાઈ દરેડવાળા (મો.9909446033) એ પાઠવ્યું છે.

Related posts

જસદણ શહેરમાં હાથ ઊંછીના આપેલ પૈસાની પરત માગણી કરતા ફરિયાદી દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ જેની સાચી હકીકતોને ધ્યાને લઈને જામીન અરજી મંજૂર કરતી જસદણ કોર્ટ

Rajesh Limbasiya

જસદણમાં નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અર્પણ વિધી સાથે સેવા – સહયોગ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાશે રામાણી હોસ્પિટલના ડો. દીપક રામાણી સાહેબ તેમજ સ્વામી શ્રી ભક્તિજીવનદાસ સ્વામીજી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

Rajesh Limbasiya

જસદણના સાણથલી ગામની આરૂણી શૈક્ષણિક સંકુલની ધોરણ-8ની વિદ્યાર્થીની ખૂંટ વિધિ મુકેશભાઈ એક પાત્રિય અભિનયમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન

Rajesh Limbasiya