જસદણ

જસદણમાં ભારે વરસાદના કારણે કપાસ અને મગફળીના પાકને વ્યાપક નુકસાન થતા જસદના આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર ને આવેદનપત્ર પાઠવાયું

જસદણ અને વીંછીયા વિસ્તારમાં પાછોતરો વરસાદ પડતા ખેડૂતોના ખેતર અને વાડીમાં પથરાયેલો મગફળી નો પાક પલળી જતા ખેડૂતો ચિંતિત વિછીયા અને જસદણ શહેર અને તાલુકાના ભાડલા,ભંડારીયા ,કમળાપુર ,આટકોટ, વીરનગર,પાંચવડા,સાણથલી, કાળાસર ,લીલાપુર ,મોટા દડવા ,ગરણી સહિતના અનેક ગામોમાં વરસાદ પડતા ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે જ્યારે મગફળીમાંથી નીકળતો પશુઓનો ઘાસચારો પણ બગડી ગયો જસદણના લીલાપુર ગામે વાડી વિસ્તારમાં મગફળી નો પાક બગડી જતા ખેડૂતોની સરકાર પાસે સો ટકા સહાયની માંગ છે.સતત ચાર ચાર વખત કરેલા વાવેતર ના મજૂરી ખર્ચ બિયારણ ખર્ચ દવાખર્ચ ખાતરનો ખર્ચ અને તેમની માવજત માટેનો થયેલ તમામ ખર્ચ વરસાદના કારણે રહી ગયો હોવાનું અને મહા મહેનતે તૈયાર થયેલ ખેતરનો મોલ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે ત્યારે આ મામલે જસદણના આમ આદમી પાર્ટી દ્વારા આજે જસદણ સેવાસદન ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્ર પાઠવી સરકાર ખેડૂતોની યોગ્ય સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ કરી છે આવેદનપત્ર માં આમ આદમી પાર્ટીના,હિતેશભાઈ ખાખરીયા,રવિન્દ્રભાઈ છાયાણી,ભરતભાઈ ભાલાળા,પરેશભાઈ શેખલીયા,નિકુલભાઇ રામાણી,જયદીપભાઇ રામાણી,બીપીનભાઈ નાકરાણી,વલ્લભભાઈ રંગપરા,નરેશભાઈ મકવાણા,રવિન્દ્રભાઈ માંડાણી,છગનભાઈ,કડવા ભાઈ,શૈલેષભાઈ મેણીયા,વિનુભાઈ નાગરકીયા,વલ્લભભાઈ મકવાણા,રૂપસિંગભાઈ સોલંકી,જયંતીભાઈ મેટાળીયા,જીગ્નેશભાઈ કાનાણી,ભાવેશભાઈ માયાણી,રાજુભાઈ સાનેપરા સહિતના લોકો છે તે જોડાયા હતા

Related posts

જસદણના બળધોઈ ગામ નજીક હાઈવે રોડ પર અકસ્માત સર્જાયો અકસ્માતમાં એકનું મોત બે ગંભીર

Rajesh Limbasiya

જસદણના લક્ષ્મણનગર-2 સોસાયટીમાં વીજ કરંટ લાગતા એક કિશોરનું મોત ચાલુ વરસાદમાં પાણીની મોટર solar a। બંધ કરવા જતા લાગ્યો કરંટ

Rajesh Limbasiya

જસદણના જીવાપર ગામે આવતી કાલે શૈક્ષણિક સન્માન સમારોહ કાર્યક્રમ યોજાશે

Rajesh Limbasiya