આટકોટ આવેલ બાપા સીતારામ મઢુલી ખાતે વિશ્વ હિન્દુ પરિષદની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું પ્રિષદના જિલ્લાના ઉપાધ્યક્ષ શ્રી ભારત ભાઈ જાની તથા અન્ય કાર્યકર્તાઓ અને આટકોટ ગામના તમામ સમાજના ભાઈ દિલીપભાઈ ઝાપડીયા સચીનભાઈ જાજલ નિલેશભાઈ બાવળીયા મનીષભાઈ પરમાર રવિભાઈ જાજલ મોટી સંખ્યામાં હાજર હતા. સત્સંગ ની શરૂઆતમાં ઓમકાર મંત્રઅને શ્રી રામ જય રામ મહામંત્ર કરવામાં આવ્યો. ત્યારબાદ હનુમાન ચાલીસા, શ્રી રામ નામ ધૂન તથા પ્રભુ સંકીર્તન કરવામા આવ્યું. આ પ્રસંગે શ્રી ભારત ભાઈ જાનીએ વર્તમાન સમયમાં હિન્દુ ધર્મની એકતા માટે સૌને જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી અને એક થઈ હિન્દુ ધર્મ હિન્દુ સંસ્કૃતિ અને બચાવવા માટે અને આવનારી પેઢીને લવ જેહાદ તથા હિન્દુ સમાજ સામે ભવિષ્યમાં આવનારા અન્ય પડકારોથી બચવા માટે એક થવાનું આહવાન કર્યું હતું. કાર્યક્રમમાં સમગ્ર ગ્રામજનો દ્વારા દર મંગળવારે અને શનિવારે સત્સંગનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું.
Reporter:-Rashik Vishavaliya
