જસદણ

જસદણ શહેરમાં આવેલ કાર કંપનીમાં ફરજ બજાવતો કર્મચારી સામે વિશ્વાસઘાત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ

જસદણ શહેરમાં આવેલ કાર કંપનીમાં ફરજ બજાવતો કર્મચારી ગ્રાહકો પાસેથી ડાઉન પેમેન્ટના રૂપિયા લઈને કંપનીમાં જમા નહિ કરાવી તેમજ ઇન્સ્યોરન્સ રીન્યુના નામે રૂપિયા લઈને પેનલ્ટી સહીત ૩.૪૬ લાખની રકમ નહિ ચૂકવી ગ્રાહકો અને કંપની સાથે વિશ્વાસઘાત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે રાજકોટના હવેલી ચોક સરધારમાં રહેતા દિલીપગીરી શાંતિગીરી ગૌસ્વામી (ઉ.વ.૪૧) જસદણ પોલીસ મથકમાં આરોપી મેહુલ રતિલાલ પરમાર રહે જસદણ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી મેહુલ પરમાર જસદણ આટકોટ રોડ પર આવેલ અતુલ મોટર્સ મારુતિ સુઝુકી શો રૂમ કંપનીમાં ફરજ બજાવતો હોય તે ડાયરેક્ટ સેલ્સ એકઝીક્યુટીવ તરીકે ફરજ બજાવતો હતો આરોપીએ ગ્રાહકોને વિશ્વાસમાં લઈને ડાઉન પેમેન્ટના પૈસા અને ઇન્સ્યોરન્સ રીન્યુના નામે ગ્રાહકો પાસેથી પૈસા લઈને તે કંપનીમાં જમા નહિ કરાવી આરોપીએ કંપની સાથે કુલ રૂ ૧૧,૦૩,૪૯૭ નં રકમની છેતરપીંડી કરી હતી જેમાંથી આરોપીએ રોકડ રકમ રૂ ૮,૧૬,૦૦૦ પરત ચૂકવી આપેલ અને પેનલ્ટી સહીત કુલ રૂ ૩,૪૬,૦૦૦ આજદિન સુધી પરત નહિ ચૂકવી કંપની અને ગ્રાહકો સાથે વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે જસદણ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Related posts

જસદણની સોલિટર સોસાયટીની અંદર રાત્રીના સમયે બે ટુ વ્હીલર ની ચોરી, તપાસ કરતા હિંગોળગઢ ગામ નજીકથી ટુ વ્હીલર મળી આવ્યા

Rajesh Limbasiya

જસદણના અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજું માયાવાકી જંગલ સમસ્ત કાળાસર ,લીલાપુર ,ફુલઝર ગામના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાશે

Rajesh Limbasiya

જસદણના આટકોટ ,ગુંદાળા રોડ પર અકસ્માત સર્જાયો

Rajesh Limbasiya