અપ્રવા એનર્જીના આર્થિક સહયોગથી અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના અમલીકરણ થી ચાલી રહેલા આરોહણ પ્રોજેક્ટ -3 અંતગત જસદણ તાલુકાના કનેસરા ગામે ASC ક્લાસિસ ,સરસ્વતી ક્લાસિસ અને મહાત્મા ગાંધી હાઈસ્કૂલ દ્રારા આયોજન કરવામાં આવ્યું હતું.કનેસરા ગામમાં સત્ય અને અહિંસાના સંદેશ સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગાંધીજીના આદર્શો, સત્ય અને અહિંસાના સિદ્ધાંતોને યાદ કરવા અને તેમના જીવનમાંથી પ્રેરણા લેવાના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું..આ ઉજવણી દ્વારા, ગાંધીજીના ‘સ્વચ્છતા’, ‘સ્વાવલંબન’ અને ‘અહિંસા’ના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો અને તેમના આદર્શ જીવનમાંથી પ્રેરણા લેવાની ,NEP -2020 વિશે માહિતી ,રોજગારીની તકો જેવા વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મહાત્મા ગાંધી હાઈસ્કૂલના આચાર્ય સુરેશભાઈ,અશોકભાઈ કુકડીયા,અને મહાત્મા ગાંધી સ્કૂલ સ્ટાફ ત્તેમજ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી અને કાર્યક્રમનું સફળ સંચાલન ફિલ્ડ કો-ઓર્ડીનેટર નીતિનભાઈ અગ્રાવતના માર્ગદર્શન હેઠળ ASC શિક્ષક રાહુલભાઈ મકવાણા દ્રારા આયોજન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ
