રાજકોટ જીલ્લો અને તાલુકાના સી.આર.સી સેન્ટર ઈન્ડો અમેરિકન પ્રાથમિક શાળા ખારચિયાના સી.આર.સી કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વર્ષ 2023 -24 નું આયોજન શ્રી ઉમરાળી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું તેમાં ગામના સરપંચ શ્રી આગેવાનો શૈક્ષિક મહાસંઘના રાજકોટ જિલ્લાના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ ડાંગર સી.આર.સી મનસુખભાઈ બાવળીયા તાલુકા શાળાના આચાર્ય યોગેશભાઈ મકવાણા ખાસ હાજર રહી કાર્યક્રમને ખુલ્લો મૂકી બાળકો તથા શિક્ષકોને પ્રેરણા પ્રોત્સાહન તેમજ માર્ગદર્શન આપ્યું હતું. જેમાં મકનપર પ્રાથમિક શાળાની કૃતિ પ્રથમ નંબરે પસંદ થઈ હતી જ્યારે હલેન્ડા પ્રાથમિક શાળાની કૃતિ બીજા નંબરે પસંદ થઈ હતી તથા ત્રીજા નંબરે આશ્રમશાળા ખારચિયા ની કૃતિ પસંદગી પામી હતી. જે આગામી દિવસોમાં તાલુકા કક્ષાના બાળ વિજ્ઞાન મેળામાં ભાગ લેવા જશે. તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઇનામ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી જયેશભાઈ ગોંડલીયા તેમજ તેમના શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ ખૂબ સારી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રીપોર્ટ રસીક વીસાવળીયા જસદણ
