રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રીના હસ્તે અપાશે ‘પ્લેન’ની અનોખી ભેટ આપવામાં આવશે આ પ્લેન જસદણમાં બનામાં આવ્યું વિગર જોઈતો રાજકોટના વિકાસની ઉડાનના પ્રતિક સમાન ‘પ્લેન’ને હેન્ડીક્રાફ્ટ ના કારીગરોએ 30 કલાકની જહેમતથી સજાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે રાજકોટમાં અનેક વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ થનાર છે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજકોટના વિકાસની ઉડાનના પ્રતીક સમાન ‘પ્લેન’ની ભેટ આપવામાં આવશે. આ ‘પ્લેન’ને રાજકોટ ના જસદણ વિશેષતા અને વૈશ્વિક ઓળખ એવા હેન્ડીક્રાફ્ટ આર્ટથી મઢવામાં આવ્યું છે. આ પ્લેન બનાવવા માટે 300 કલાકથી પણ વધારે સમય લાગ્યો હતો સાથે જ આ પ્લેન પ્યાન દેવદાર વૃક્ષ નો લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને જે લાકડું વજનમાં હળવું હોય છે પ્લેન ની અંદર રાજકોટ બેરીગ ટાયર નો ઉપયોગ કરવામાં આવ્યો છે તે રાજકોટ ઓટો મોબાઇલ ઉપયોગ દર્શાવે છે સાથે જ પ્લેનને મઢવા માટે પત્રનું ઓક્સોડાઇઝ એમોઝિંગ કરીને વર્ક કરવામાં આવે છે આ પ્લેન બનાવવા માટે પાંચ મશીનરીનો ઉપયોગ તેમજ હેન્ડ વર્ક કરી ત્યાં પ્લેનને તૈયાર કરવામાં આવ્યું હતું,
રાજકોટ આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ એરપોર્ટના લોકાર્પણ પ્રસંગને અનુરૂપ વડાપ્રધાને ભેટ આપી શકાય તે માટે જસદણના હેન્ડીક્રાફ્ટ વ્યવસાયિકો દ્વારા આ અઢી ફૂટના વિમાનની પ્રતિકૃતિને સજાવીને તૈયાર કરવામાં આવી છે. સૌ પ્રથમ જસદણના એન્ટિક વસ્તુઓના કારીગર દ્વારા મૂળ કાષ્ઠનું અઢી ફુટનું વિમાન બનાવવામાં આવ્યું હતું. તેમનું વજન ચાર કિલો આસપાસ છે એ પછી આ અઢી ફુટની સાઈઝના લાકડાના પ્લેન પર જસદણના હેન્ડીક્રાફ્ટના કારીગરો દ્વારા વિશિષ્ટ પતરાનું એમ્બોઝિંગ નો ઢોળ ચડાવવામાં આવ્યો હતો. એ પછીની ડાયમંડ અને મોતીની જ્વેલરી જડીને તેને શણગારવામાં આવ્યું છે.
આ માટે રાજકોટ ઇમિટેશન જ્વેલરી એસોસિયેશને જહેમત ઉઠાવી હતી અને ઈમિટેશનના નિષ્ણાત ૩૦ કારીગરોને આ કામમાં રોક્યા હતા. આ કારીગરોએ ૩૦ કલાકની સખત મહેનતથી આ ‘પ્લેન’ને શણગાર્યું છે.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ પ્રસંગે આ વિમાનની પ્રતિકૃતિ સમાન રાજકોટના વિકાસની ઉડાનનું પ્રતિક બની રહેશે.
