જસદણના બાખલવડ ગામ પાસે કારે સાયકલને ઉલાળતા વાડીએ જતા કોળી પ્રૌઢનું મોત નિપજયું હતું.મળતી વિગત મુજબ જસદણના બાખલવડ ગામે રહેતા ગોરધનભાઇ ટપુભાઇ પલાળીયા (ઉ.વ.૫૭) પોતાની સાયકલ ઉપર વાડીએ જતા હતા ત્યારે સ્મશાન પાસે રોડ ઉપર કાર નં. જી.જે. ૦૩ -૫૪૬૪ ના ચાલાકે હડફેટે લેતા સાયકલસ્વાર ગોરધનભાઇ ગંભીર ઇજા થતા પ્રથમ જસદણ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પીટલમાં ખસેડયાા હતા જયાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજયું હતું. મૃતક ખેતી કરતા હતા અને સંતાનમાં બે પુત્ર અને ચાર પુત્રી છે. જેણે પિતાની છત્રછાયા ગુમાવતા કોળી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.જસદણ પોલીસે મૃતકના પુત્ર અલ્પેશભાઇની ફરયાદ ઉપરથી કાર ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
