રાજકોટ સ્થિત રાજગોર બ્રાહ્મણ પરિવારના અને સૌરાષ્ટ્ર ના જાણીતા કથાકાર શ્રી જ્યેન્દ્રભાઈ તેરૈયાના શ્રીમુખે ઋષિકેશ ખાતે સ્વર્ગસ્થ ભાવનાબેન પંકજભાઈ તેરૈયા. તેમજ તેરૈયા પરિવારના સર્વે પિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે.આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં મહામંડલેશ્વર સ્વામી ડૉ. રામેશ્વરબાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ અન્ય સાધુ સંતો બ્રાહ્મણ પરિવાર સર્વે ઉપસ્થિત રહેશે આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનો પ્રારંભ તા,21.9.2023ના રોજ શુભારંભ થયેલ છે..તેમજ તા.27.9.2023ના રોજ પૂણૉહુતિ થશે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સવારે 9.કલાક થી બપોરના 1.કલાક સુધી નો સમય રાખવામાં આવેલ છે ખાસ આ તેરૈયા પરિવારના પીત્રુઓ ના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ માં આવતા તમામ ધાર્મિક પ્રસંગો જેવા કે હેમાદરી. કપિલ અવતાર. નૃસિંહ અવતાર. તેમજ વામન ભગવાન પ્રાગટય. તથા રામ જન્મ.. ,કૃષ્ણ જન્મ તથા સુદામા ચરિત્ર સહિત ની કથાનું રસપાન વક્તા શ્રી જ્યેન્દ્રભાઈ તેરૈયા સંગીતમય શૈલી દ્વારા સુંદર કંઠે કથાનું રસપાન કરાવી રહ્યા છે. રૂષીકેશ ની પવિત્ર ભૂમી ખાતે ભાગવત સપ્તાહ નુ રસપાન કરવું એ એક લ્હાવો કહી શકાય.આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં સંતો..તેમજ રાજગોર બ્રાહ્મણ સમાજ ના આગેવાનો એ આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નો લ્હાવો લઈ ધન્યતા અનુભવી રહ્યા છે.અને સૌરાષ્ટ્ર ના જાણીતા કથાકાર શ્રી જયેન્દ્રભાઈ તેરૈયા ના મુખે થી અને સંગીત ની સુરાવલી સાથે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ભાવવિભોર થી જ્ઞાનની ગંગા વહેતી હોય તેમ શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા છે. જોકે આ કથાકાર શ્રી જયેન્દ્રભાઈ તેરૈયા ના મુખે થી હરિદ્વાર. રૂષીકેશ.તેમજ કાશી સહિતના ના પવિત્ર સ્થળ ઉપર અસંખ્ય ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું રસપાન કરાવેલ છે. કથાકાર શ્રી જયેન્દ્રભાઈ તેરૈયા ભાગવત સપ્તાહ…રામાયણ..અને શિવપુરાણ સહિત અસંખ્ય કથા નુ રસપાન કરાવી ને શ્રોતાઓ ને મંત્રમુગ્ધ કરી ને ખુબ મોટી ખ્યાતિ મેળવી છે.અને હાલ એક નામાંકિત કથાકાર કહીએ તો પણ કહી શકાય
