જસદણ

જસદણ પોલીસ સ્ટેશન ખાતે ગણપતિ ઉત્સવ અને વિસર્જન તેમજ ઈદે મિલાદ પર્વ અનુસંધાને શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ….

જસદણ પોલીસ સ્ટેશન ખાતે હાલ જસદણ શહેરમાં ચાલી રહેલા ગણપતિ ઉત્સવ બાબતે તેમજ આગામી દિવસોમાં ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન માટે કેવી તૈયારીઓ અને કયા કયા રૂટ ઉપર વિસર્જન કરવા જવાના હોય તે અનુસંધાને વિવિધ વિસ્તારના ગણપતિ ઉત્સવ સમિતિના સભ્યો પાસેથી વિશેષ માહિતી મેળવી ચર્ચા કરેલ તેમજ આગામી દિવસોમાં ઈદે મિલાદ પર્વની ઉજવણી બાબતે જસદણ ઈદે મિલાદ ઉત્સવ સમિતિના સભ્યો સાથે પણ ચર્ચા કરવામાં આવેલ. આ મિટિંગમાં વિવિધ વિસ્તારમાંથી ગણપતિ ઉત્સવ સમિતિના સભ્યો હાજર રહેલ તેમજ ઈદે મિલાદ ઉત્સવની સમિતિના સભ્યો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહેલ.આમ ગણપતિ ઉત્સવ અને ઈદે મિલાદ પર્વની શુભકામના જસદણના પોલીસ સ્ટેશનના પી.આઇ. ટી.પી.જાની સાહેબ અને એલ.આઇ.બી. હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ રોજાસરા તેમજ જસદણ પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓએ પાઠવેલ.આમ આ બંને પર્વ અનુસંધાને જસદણ પોલીસ સ્ટેશનના પી.આઇ. ટી.પી. જાની સાહેબના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ તેવું એડવોકેટ પ્રકાશ પ્રજાપતીએ તેમની યાદીમાં જણાવેલ છે.

રિપોર્ટિંગ & સંકલન બાય :- એડવોકેટ પ્રકાશ પ્રજાપતી
રીપોર્ટ રસીક વીસાવળીયા જસદણ

Related posts

જસદણ તાલુકાના ચિતલીયા ગામમાં તુલસી વિવાહનું આયોજન

Rajesh Limbasiya

જસદણ વિસ્તારમાં બાળકી સાથે નરાધામે કર્યા અડપલાં

Rajesh Limbasiya

જસદણના સરધાર નજીક ડેમમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો

Rajesh Limbasiya