જસદણ તાલુકાના આટકોટમાં આવેલ કે.ડી.પરવાડીયા હોસ્પિટલ છેલ્લા દોઢ વર્ષથી લોકોનો સેવામાં કાર્યરત છે ત્યારે 55 વર્ષે મહિલાને છેલ્લા 6 મહિના થી સતત પેટમાં દુખાવો રહેતો હતો ત્યારે કે ડી પરવાડીયા હોસ્પિટલના તબીબી ભાર્ગવ પટેલ દ્વારા તપાસ કરતા ગર્ભાશયની કોથળીમાં 60 થી પણ વધારે ગાંઠો હોવાના કારણે સતત પેટમાં દુખાવો રહેતો હતો ત્યારે હોસ્પિટલ માં અદ્યતન સાધન & નવી ટેકનોલોજી વાળા ઓપેરશન થેટરે ની મદદ થી દ્વારા મહિલાના ગર્ભાશયની કોથળી માંથી 60 થી પણ વધારે ગાંઠોનું સફળતાપૂર્વક ઈમરજન્સીમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું દર્દી અને સગાવાળા એ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર ભરત ભાઈ બોઘરા તેમજ ડો. ભાર્ગવ પટેલ ગાયનેક સર્જન) અને તેમની ટીમ , ડો. જયદીપ – ડો. હાર્દિક (એનેસ્થેટીસ્ટ) & તેમની ટીમ, ડો. નવનીત બોદર (મેનેજમેન્ટ ) ટીમ નો ખૂબ આભાર માન્યો.
