જસદણ

જસદણના કનેસરા ગામમાં સોમવાર ભાદરવા સુદ ૧૦ના દિવસે લોકમેળાનું આયોજન

જસદણ તાલુકાના કનેસરાગામમાં લોકમેળાનું આયોજન કરવામાં આવશે જસદણથી કનેસરા ગામ આશરે ૧૩ કિ.મી. દૂર આવેલું છે આજે રામદેવજી મહારાજનું મંદિર પ્રખ્યાત કનેસરાધામ તરીકે ઓળખાય છે જ્યાં દર વર્ષે ભાદરવા સુદ દશમના દિવસે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે જસદણ પંથકમાં આસપાસ વિસ્તારના ભાવિક ભક્તો લોકમેળામાં જનમેદની ઉમટી પડે છે શ્રી રામદેવજી મહારાજ મંદિરના પુજારી તથા સેવકગણ અને કનેસરા ગામ સમસ્ત દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવશે સહષૅ ખુશાલી સાથ જણાવવાનું કે શ્રી રામદેવજી મહારાજ તેમજ શ્રી શકિત માતાજી તથા શ્રી મેલડી માતાજીની અસીમ કૃપાથી સંવત.૨૦૭૯ ના ભાદરવા સુદ દશમને સોમવારે તા. ૨૫ સપ્ટેમ્બર ના દિવસે જન્મ તિથિ નિમિત્તે રામદેવ મહારાજનું જન્મજયંતી અને લોકમેળાનું આયોજન કરવામાં આવશે આ શુભ પ્રસંગે દર્શન કરવા તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે શ્રી રામદેવજી મહારાજ મંદિરના પૂજારી તરફથી આપ સૌનું ભાવભર્યું આમંત્રણ છે

Related posts

રાજકોટમાં વડાપ્રધાનના હસ્તે ૨૭મી એ ૨૦૦૦ કરોડના વિકાસકામોનું થશે લોકાર્પણ, એરપોર્ટથી રેસકોર્સ સુધી યોજાશે રોડ-શો

Rajesh Limbasiya

આમ આદમી પાર્ટી જસદણ દ્વારા મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું

Rajesh Limbasiya

જસદણ ના અને હાલ રાજકોટ સ્થિત વક્તા શ્રી જયેન્દ્રભાઈ તેરૈયા ના શુ મધુર કંઠે ઋષિકેશ ઉતરાખંડ ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ નુ રસપાન કરાવી રહ્યા છે

Rajesh Limbasiya