Blog

જસદણના કનેસરા ગામે લોખંડ કાપતી વખતે વીજશોક લાગતા શ્રમિક યુવાનનું મોત.

જસદણ તાલુકાના કોઠી ગામે રહેતા અને સેન્ટીંગ કામ કરતા મેઘાભાઈ બાબુભાઈ ઝાપડીયા(ઉ.વ.36) ગત રવિવારે જસદણના કનેસરા ગામે એક મકાનનું સેન્ટીંગનું કામ કરતા હતા. ત્યારે લોખંડ કાપતી વખતે અચાનક લોખંડ કાપવાના મશીનમાં કરંટ આવતા તેમને વીજશોક લાગતા ત્યાં જ ઢળી પડ્યા હતા. બાદમાં તેમને તાત્કાલિક આટકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબોએ તેમને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો. બાદમાં મૃતકની લાશને પીએમ અર્થે જસદણની સરકારી હોસ્પિટલમાં ખસેડી ભાડલા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં મૃતક યુવાનના માતા-પિતાનું થોડા સમય પહેલા જ અવસાન થયેલ હોવાથી અને તેઓ અપરણિત હોય હાલ કોઠી ગામે રહેતા તેમના મોટાભાઈ રમેશભાઈ અને શૈલેષભાઈ સાથે રહેતા હતા. પરંતુ તેમનું અકસ્માતે વીજશોક લાગતા મોત નીપજતા પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો. હાલ આ બનાવની વધુ તપાસ ભાડલા પોલીસ ચલાવી રહી છે.

Related posts

જસદણ: લાતી પ્લોટ વિસ્તારમાં તીર્થયાત્રા મહોત્સવ અંતર્ગત દિવ્યરથ સ્વાગત સમારોહ યોજાયો મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા

Rajesh Limbasiya

જસદણના પાટીદાર શૈક્ષણિક ભવનમાં દિવ્યધામ વલારડી દ્વારા આયોજિત તીર્થયાત્રા મહોત્સવ જુનાગઢ અંતર્ગત પરમ પૂજ્ય સુરાપુરા શ્રી પાતા દાદાના દિવ્ય રથનું સામૈયા તેમજ ઉલ્લાસ સાથે ભાવભર્યું સ્વાગત કર્યું

Rajesh Limbasiya

ખારચીયા ગામની મુલાકાત કરતાં ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા

Rajesh Limbasiya