જસદણ

જસદણમાં ચિતલીયા રોડ પર રહેતા 43 વર્ષીય મહિલાનો તેના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત.

જસદણમાં ચિતલીયા રોડ પર આવેલ ગોવિંદનગરમાં રહેતા દયાબેન ગીરીશભાઈ કાપડીયા(ઉ.વ.43) એ પોતાના ઘરે એકલતાનો લાભ ઉઠાવી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવની જાણ થતા તેમના પરિવારજનો તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા અને દયાબેનને જસદણની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. પરંતુ ત્યાં હાજર તબીબે દયાબેનને મૃત જાહેર કરતા પરિવારજનો શોકાતુર થઈ ગયા હતા. આ આપઘાતના બનાવની જાણ કરાતા જસદણ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને મૃતકના પરિવારજનોના નિવેદનો લઈ મૃતકની લાશને પી.એમ. અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક દયાબેનના પતિ હીરા ઘસવાનું કામ કરે અને તેમને સંતાનમાં બે દીકરા છે. પરંતુ દયાબેને અગમ્યકારણોસર આ પગલું ભરી લેતા બન્ને સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. હાલ આ આપઘાતના બનાવની વધુ તપાસ જસદણ પોલીસ ચલાવી રહી છે.

Related posts

જસદણ શહેરમાંથી ગુમ થયેલ વ્યક્તિ ગીતાબેન જીતેશભાઈ રામાણી દવાખાનાનું બહાનું દઈને ગુમ થયેલા છે

Rajesh Limbasiya

જસદણ તાલુકાના બાખલવડ ગામેથી જુગાર રમતા 8 લોકોની જસદણ પોલીસે ધરપકડ કરી

Rajesh Limbasiya

જસદણ ગઢડીયા રોડ નજીક પાણીના ટાંકાની સામે ટીસીને વળગેલી વેલને અલગ કરવાની ફુરસત તંત્ર પાસે નથી માત્ર વીજ ચેકિંગમાં જ રસ

Rajesh Limbasiya