દેશભરમાં આજે અલગ અલગ જગ્યા પર સ્વચ્છતાનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી અપીલ અનુસાર આજે બધા જ લોકો સવારે 10 થી 11 એટલે કે 1 કલાકનું શ્રમદાન આપ્યું છે. જેમાં પોતાના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનમાં નેતાઓ સહીત લોકો ધાર્મિક સ્થળો, પ્રવાસ સ્થળો, રેલવે સ્ટેશન સહિત અનેક જાહેર જગ્યાઓ પર શ્રમદાન આપ્યું હતું . ત્યારે જસદણ માં પણ અનેક વિસ્તારોની અંદર આજે સ્વસ્થ ભારત અભિયાન દિવસની ઉજવણી કરાઈ હતી આ કાર્યક્રમાં જસદણ ચીફ ઓફિસર શેઠ સાહેબ, નરેશભાઈ દરેડ ,પંકજભાઈ બીજલભાઇ ભેજજાળીયા, વિજયભાઈ ચૌહાણ, મનિષાબેન રાવલ, દુર્ગેશભાઈ સંજયભાઈ ડાભી, શામજીભાઈ ડાંગર, મુકેશભાઈ મકવાણા, અમરશીભાઈ મકવાણા સહિતના લોકો છે તે આ કાર્યક્રમમાં જોડાયા હતા
રીપોર્ટ:- વિજય ચૌહાણ, જસદણ
