હર્ષદભાઈ ઉપાધ્યાય
તથા તેમના પત્ની અલ્કાબેન તરફથી દર વર્ષેની જેમ આ વર્ષે પણ ચુનારાવાડ પ્રા. શાળાના ત્રણ વિદ્યાર્થીઓને ધોરણમાં પ્રથમ નંબર મેળવનાર દરેક વિદ્યાર્થીઓને રૂ.1111/- રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કર્યા. સાથે સાથે શાળામાં તેમના માતુશ્રી સ્વ.સવિતાબેનની પુણ્યતિથિ નિમિત્તે બાળકોને અનેરા ઉત્સાહ સાથે હર્ષભેર પોતાના હસ્તે ભોજન પીરસીને બાળકોને જમાડ્યા, હર્ષદભાઈએ બાળ ભોજન કરાવીને સેવાનું ઉત્તમ કાર્ય કરી પ્રેરણાદાયી દ્રષ્ટાંત પુરૂં પાડ્યું. આ સાથે સ્કુલ તરફથી વર્ષમાં સૌથી વધારે દિવસ હાજર હોય તેવા બે વિધાર્થીઓને યુનિફોર્મ અને સ્કુલ બેગ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ તકે સી.આર.સી. કો. શ્રી દેવિકાબેન મકાણી, એસ.એમ.સી. અધ્યક્ષ શ્રી નયનાબેન પરમાર આંગણવાડીમાથી શ્રી ભાવનાબેન પરમાર તેમજ વાલીઓ હાજર રહ્યા હતા. ઉપસ્થિત રહેલા તમામનો શાળાના સ્ટાફે આભારની લાગણી વ્યક્ત કર્યો હતો.
Reporter:-Rashik Vishavaliya
