રાજકોટ

રાજકોટ ૧૦૮ સેવા સગભૉ માતા અને નવજાત શિશુ માટે આશીર્વાદ રૂપ

વિંછીયા તાલુકાના સરતાનપર ગામ ની વાડી વિસ્તારમાં પરપ્રાંતિય સગભૉ માતા ૨૦ વર્ષીય પાયલબેન ને પસૂતી નો દુઃખાવો થતાં વાડી માલિક રાજાભાઈ એ ૧૦૮ ને કોલ કરેલ તત્કલિક પરિસ્થિતિ ને અનુરૂપ નજીક ની ૧૦૮ ઘેલા સોમનાથ ની ટીમ સગભૉ માતા સુધી પહોંચવા માટે નીકળી ગઈ હતી

ઘેલા સોમનાથ ૧૦૮ ની ટીમ ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન ઈન્દ્રજીત ડાંગર અને પાયલોટ મનસુખભાઇ મેણીયા ને જાણ થતાજ ગણતરી ની મિનિટોમાં સરતાનપર પહોંચી ગયા હતા. સગર્ભા માતા વાડી વિસ્તારમાં હોવા ની માહિતી પ્રાપ્ત કરી સ્થળ ઉપર તપાસ કરી અને ત્વરીત સગભૉ માતા ને ૧૦૮ એમ્બ્યુલન્સ માં લઈ રસ્તામાં ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન ઈન્દ્રજીત એ તપાસ કરતાં માલુમ પડ્યું કે એમ્બ્યુલન્સમાં જ આ મહિલા ને રસ્તા મા જ પ્રસૂતિ કરાવવી પડશે તેથી વાડી વિસ્તારમાં ના રસ્તામાં માં એમ્બ્યુલન્સ ઊભી રાખી ૧૦૮ વડી કચેરીએ ડોક્ટર ભાવિક સાથે ટેલીફોનીક મદદ મેળવી અને ડોક્ટર સાથે પરપસ્થ કરી સફળતા પૂર્વક નોર્મલ પ્રસુતિ કરાવી અને નવજાત શિશુને ને જન્મતા સમયે હદયના ધબકાર બંધ હતા અને બાળક રડ્યું નહોતું, તરતજ નવજાત શિશુ ને કુત્રિમ શ્વાસ અને કાર્ડિયો પલ્મોનરી રિસસીટેશન આપીને ૨/૫ મિનિટ ને ભારે જહમત કરી ને નવજાત શિશુ ને હ્દય ધબકારા અનિયમિત જોવામાં મળ્યા તરત ફરી ડૉક્ટર સાથે ટેલિફોનીક વાતચીત કરી જરૂરી ઇજેકશન, દવાઓ, નવજાત શિશુ ને જરૂરી ગરમી આપી અને હ્દય ધબકારા સામન્ય થયા હતા અને અમૂલ્ય જીવ બચાવવામાં આવ્યો હતો. આમ ફરી એક વખત ૧૦૮ એમ્બ્યુલન્સ જીવાદોરી બની છે. સગર્ભા માતા ના પરીવારજન ૧૦૮ સેવા નો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.
વધુ સારવાર અર્થે આ મહિલા ને સામૂહિક આરોગ્ય કેન્દ્ર વિંછીયા લઈ જવાયા હતા જ્યાં હાજર તબિબ એ પણ ૧૦૮ સેવા ઘેલા સોમનાથ ની કર્મચારીઓ નો શ્રેષ્ઠ કામગીરી બિરદાવી હતી અને નવ જીવન આપવામાં માટે પ્રસંશા કરી હતી અને સગભૉ માતા અને નવજાત શિશુ ની બાકી ની સારવાર આપી હતી, હાલ બાળક અને માતા બન્ને સંપુર્ણપણે સ્વસ્થ છે.

આ રીતે રાજકોટ જિલ્લા ૧૦૮ સેવા જિલ્લા ની કોઈપણ પરિસ્થિતિમાં લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે, માતા મુત્યા દર અને નવજાત શિશુ મૂત્યા દર ઘટાડવામાં સિંહફાળો આપે છે.

Related posts

રાજકોટમાં રેલનગર શ્રીજી રેસિડેન્સીમાં પ્રેમી પંખીડાનો આપઘાત

Rajesh Limbasiya

શ્રી ખોડલધામ જિલ્લા સમિતિ – સુરતના કન્વીનર તરીકે અલ્પેશ કથીરિયાની નિમણૂક.

Rajesh Limbasiya

ખારચીયા ગામની મુલાકાત કરતાં ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા

Rajesh Limbasiya