શ્રી શિવમ વિદ્યાલય કમળાપુર શાળા ના પ્રાંગણ માં શ્રી જયેશભાઈ ઢોલરિયા અને શાળા ના સ્તફગણ દ્વારા ધો- ૯ થી ૧૨ ની વિદ્યાર્થિની માટે માસિક સ્રાવ જાગૃતિ કાર્યકમ નું આયોજન તા-૧/૧/૨૦૨૪ ને સોમવાર ના રોજ કરેલું જે કાર્યક્રમ નું આયોજન કમળાપુર પી. એચ. સી. દ્વારા થયેલું. જે કાર્યક્રમ માં જસદણ થી ડૉ. શીતલબેન મેનિયા અને ડૉ. જસમિતાબેન ભૂવા એ સર્વે બહેનો ને માસિક સ્રાવ કેવીરીતે થાય છે? તથા તેની જાગૃતિ સ્વચ્છતા અને તેની સાથે જોડાયેલી અંધશ્રદ્ધા દૂર કરી બહેનો ને સ્વસ્થ અને તંદુરસ્તજીવનશૈલી વિશે માહિતી આપેલી. આ કાર્યક્રમાં ડૉ. આર. ડી. ગાર્ડી હાઈ્કૂલ ની ધો- ૯ થી ૧૨ ની વિદ્યાર્થિનીઓ તથા મહિલા સ્ટાફ ડૉ. શ્વેતાબેન અગ્રાવત અને યોગીતાંબેન મણવાર એ હાજરી આપી હતી સાથે શિવમ શાળા ની ધો – ૬ થી ૧૨ ની વિદ્યાર્થિનીઓ અને શાળા સ્ટાફ e ભાગ લીધેલો આ કાર્યક્રમ બાદ શિવમ શાળા દ્વારા વિદ્યાર્થિનીઓ માટે નાસ્તા નું પણ આયોજન કરેલું આવા જાગૃતિ કાર્યકમ ની બાબત સરાહનીય છે.
રીપોર્ટ રસીક વીસાવળીયા જસદણ
