આટકોટ માં ટી પોઈન્ટ પર આવેલ ટીસી માં વેલ ની રુમઝુમ હોવાથી ગઈ રાત્રે ચાર વાગ્યે ની લાઈટો ગુલ થઈ હતી જેમાં ત્રણ ચાર વાર ઝટકા મારતા છતાંય ફોલ્ટ ન મળ્યો. ત્યારે ટીપોઈટ પાસે આવેલ ટીસી પાસે વેલ જામી હતી છતાંય તેને કાઢવાની લાપરવાહી થી લોકો ને હેરાનગતિ ભોગવી પડી હતી. ધણાં સમય થી વેલ નો જમાવડો હતો છતાંય કાઢવા આવી ન હતી લાઈટો ગુલ થતાં બાળકો વૃદ્ધો સહીત વહેલી સવારથી ઉંધ બગડી હતી જ્યારે વિજ કાપ મૂકવા આવે ત્યારે આવાં ટીસી પર રહેલી વેલો હટાવી જોઈએ જેથી આવુ વિજ પુરવઠો ન ખોરવાય. ટીસી પાસે વિજળી નાં ભડાકા થતાં હતાં. ફોલ્ટ ગોતવામાં બે કલાક લાગી હતી
previous post
