જસદણમાં પોતાના ઘરે પાણીની મોટર શરૂ કરવા જતાં અચાનક જ વીજ કરંટ લાગતા કિશોર જોરદાર ફંગોળાયો હતો અને ગંભીર રીતે દાઝી જતાં ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.પરિવારને જાણ થતાં જ તાબડતોબ તેને હોસ્પિટલ લઇ જવાયો હતો પરંતુ ત્યાં તેનો મૃતદેહ જ પહોંચ્યો હોવાનું હાજર તબીબે જણાવ્યું હતું. ઘટનાના પગલે પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. વધુ તપાસ જસદણ પોલીસ ચલાવી રહી છે. જસદણના લક્ષ્મણનગર-2 સોસાયટીમાં રહેતા જયવીર ગીડા નામનો 15 વર્ષનો યુવક ચાલુ વરસાદે પાણીની મોટર શરૂ કરવા જઇ રહ્યો હતો ત્યારે વરસાદી માહોલના લીધે તેને જોરદાર વીજ શોક લાગ્યો હતો અને તે દુર ફંગોળાઇ ગયો હતો.
