જસદણ

જસદણ ન્યાયાલય દ્વારા જસદણ શહેરની સરકારી કુમાર તાલુકા શાળામાં કાયદાકીય-કાનૂની લીગલ સેમીનારનું આયોજન કરવામાં આવેલ

ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના જસદણ શહેરની મધ્યમાં જૂના બસ સ્ટેન્ડ ખાતે આવેલ સરકારી કુમાર તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે કાયદાકીય કાનૂની માર્ગદર્શન માટે લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવેલ.

જેમાં રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પૂર્ણકાલીન સચિવ અધિક સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલમેજિસ્ટ્રેટશ્રી કે.એમ.ગોહેલના સહયોગ દ્વારા જસદણ ન્યાયાલયના તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેનશ્રી અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટશ્રી કે.એન.દવે તથા એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ શ્રી વી.એ.ઠક્કર તથા કોર્ટ રજીસ્ટારશ્રી એન.કે.જોશી અને સિનિયર ક્લાર્ક એમ.બી.પંડ્યા તેમજ જસદણ તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી જે.એ.સોયાના માર્ગદર્શનથી જસદણ શહેરની સરકારી કુમાર તાલુકા શાળામાં કાયદાકીય કાનૂની લીગલ સેમીનારનું આયોજન કરવામાં આવેલ. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્કૂલના કર્મચારીગણે ભાગ લીધેલ. આ સેમિનારમાં સ્કૂલના પ્રિન્સિપાલશ્રી કેતનભાઈ જોઘાણી તથા પ્રફુલભાઈ મકવાણા અને જગદીશભાઈ જયસ્વાલ તથા એડવોકેટશ્રી બી.પી.ધાંધલ તેમજ જસદણ ટી.આર.બી. વિભાગમાંથી એમ.વી. રાઘવાણી હાજર રહેલ.

આ લીગલ સેમિનારમાં વિદ્યાર્થીઓને ગાંધીજયંતી અનુસંધાને તેમજ સ્વચ્છતા અનુસંધાને અને ટ્રાફિકના નીતિ નિયમો અને કાયદાકીય કાનૂની માહિતી માર્ગદર્શન જસદણ ન્યાયાલયના તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના લીગલ વિભાગના પેનલ એડવોકેટ પ્રકાશ પ્રજાપતીએ આપેલ.

આ સેમિનારના અંતે વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્નોત્તરી કરવામાં આવેલ અને તેના સરળ ભાષામાં વિદ્યાર્થીઓને જવાબો એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા આપેલ અને સમજાવે. આ સેમિનારના અંતે તાલુકા કુમાર શાળાના પ્રિન્સિપાલશ્રી દ્વારા આવો લીગલનો સેમીનાર કરી વિદ્યાર્થીઓની માહિતી – માર્ગદર્શન આપવા માટે આવેલ પધારેલ એડવોકેટ પ્રકાશ પ્રજાપતીની સાથે જસદણ ન્યાયાલયનો આભાર વ્યકત કરેલ.

એડવોકેટ પ્રકાશ પ્રજાપતી

Related posts

આટકોટ ખારચીયા પાસે ઈકો કાર પલ્ટી મારી રોડ પર ખાડા ના કારણે અકસ્માત સર્જાયો

Rajesh Limbasiya

જસદણમાં ભારે વરસાદના કારણે કપાસ અને મગફળીના પાકને વ્યાપક નુકસાન થતા જસદના આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર ને આવેદનપત્ર પાઠવાયું

Rajesh Limbasiya

જસદણમાં નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અર્પણ વિધી સાથે સેવા – સહયોગ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાશે રામાણી હોસ્પિટલના ડો. દીપક રામાણી સાહેબ તેમજ સ્વામી શ્રી ભક્તિજીવનદાસ સ્વામીજી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

Rajesh Limbasiya