આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા સેવા સત્તા મંડળના સેક્રેટરીશ્રી – પૂર્ણકાલીન સચિવ અને અધિક સિનિયર સિવિલ જજ અને એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એન.એચ.નંદાણીયા સાહેબના માર્ગદર્શન નીચે તેમજ જસદણ ન્યાયાલયના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડી.ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટશ્રી કે.એન.દવે સાહેબ અને એડી.સિવિલ જજ અને અધિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ શ્રી વી.એ. ઠકકર સાહેબ, રજીસ્ટારશ્રી એમ.બી. પંડ્યા સાહેબ અને સેક્રેટરીશ્રી જે.એ. સોયા સાહેબના સહયોગથી જસદણ શહેરની સાંદિપની સ્કૂલમાં કાયદાકીય સેમીનારનું આયોજન કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા સેવા સત્તા મંડળના સેક્રેટરીશ્રી – પૂર્ણકાલીન સચિવ અને અધિક સિનિયર સિવિલ જજ અને એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટશ્રી એન.એચ.નંદાણીયા સાહેબના દ્વારા વિદ્યાર્થીઓને વિશેષ માહિતી માર્ગદર્શન આપવામાં આવેલ અને જસદણ ન્યાયાલયના લીગલ વિભાગના પેનલ એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ મુદ્દાઓ પર કાયદાકીય-કાનૂની માહિતી આપેલ.આ તકે સાંદિપની સ્કૂલના પ્રિન્સિપાલશ્રી, સંચાલક વર્ષાબેન એસ. સખિયા તેમજ ટ્રસ્ટીશ્રી સંજયભાઈ સખીયા દ્વારા પધારેલ સાહેબશ્રીઓને પુષ્પગુચ્છ અને પુસ્તક ભેટ આપી સ્વાગત સન્માન કરવામાં આવેલ તેમજ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે સંસ્થાના શિક્ષકગણો જોડાયેલ તેવું એડવોકેટ પ્રકાશ પ્રજાપતીએ તેમની યાદીમાં જણાવેલ છે.
રિપોર્ટ રસિક વિસાવળિયા
લીગલ એડવાઈઝર – પ્રકાશ પ્રજાપતી . ( એડવોકેટ – ગુજરાત હાઇકોર્ટ)
