ગણપતિ મહાઉત્સવ બાપાસીતારામ યુવક મંડળ દ્વારા જસદણ ના મફતિયા પરા માં આવેલા બાપા સીતારામ યુવક મંડળ દ્વારા ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે. ભાવિકો દ્વારા દાદાને બે ટાઈમ આરતી, થાળ અને સાંજે ભવ્ય રાસની રમઝટ તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. અહીનાં સ્થાનિક લોકો દ્વારા દર વર્ષે ગણપતિજીની સ્થાપના કરી પુજા કરાય છે. જસદણ શહેરના આદમજીરોડ, ચિત્તલિયાકુવા રોડ શાકમાર્કેટ ટાવરચોક ખાસ કરીને શહેરના મોતીચોક કા રાજાએ 16માં વર્ષમાં પ્રવેશ કર્યો છે અહી સવાર સાંજ આરતીમાં ભાવિકોની ભીડ ઉમટે છે, ઉપરાંત આટકોટ રોડ, લાતીપ્લોટ, બજરંગનગર, મફતિયાપરા, વાજસુર૫૨ા વગેરે સ્થળો પર ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી શહેરીજનો માં ઉત્સાહ નો આનંદ.
