રાજકોટ જીલ્લા નુ અને જસદણ તાલુકા નુ અને જસદણ થી 20 કી.મી. નજીક આવેલ ઐતિહાસિક અને અતિ પૌરાણિક શ્રી ઘેલા સોમનાથ મહાદેવ નુ શીવાલય આવેલુ છે.આ શિવલીંગ અંદાજે 15 મી સદી મા અને 1457 ની આસપાસ નો ઇતિહાસ ધરાવતુ આ ઘેલા સોમનાથ મહાદેવ નુ શિવલીંગ છે આ શિવલીંગ નો ઇતિહાસ જોઈએ તો એ સમયે જુનાગઢ ના રાજા રા મહિપાળ નુ રજવાડુ હતુ એ રાજા રા મહિપાળ ની રાજકુવરી નુ નામ મીનળદેવી હતુ એ મીનળદેવી શીવ ના પરમ ઉપાસક હતા ત્યારે આ પાટણ સોમનાથ ની શિવલીંગ ને ધ્વસ્ત કરવા એટલે કે શિવલીંગ ને તોડવા માટે મોહમ્મદ ગજની વખત થી આ શીવાલય ને તોડવા માટેના પ્રયાસો કરવામા આવ્યા હતા ત્યારબાદ જુનાગઢ નુ સાસન મહમદ જાફર નુ રાજ આવ્યુ ત્યારે આ પાટણ (વેરાવળ)સોમનાથ ની શિવલીંગ ને ધ્વસ્ત કરવા પ્રયાસ કરવાની તૈયારી કરી ત્યારે જુનાગઢ ના રાજા રા મહિપાળ ની રાજ કુવરી મીનળદેવી ને સમાચાર મળ્યા કે સોમનાથ ની શિવલીંગ મહમદ જાફર તોડી નાખશે ત્યારે આ સોમનાથ ની શિવલીંગ ને મીનળદેવી અને સૈનિકો દ્રારા આ શિવલીંગ ને શીવાલય માથી ખસેડી લીધી અને ત્યાથી શિવલીંગ લઈ ને રવાના થયા ત્યારે આ શિવલીંગ કોણ અને ક્યા લઈ ગયા છે તેની ભાળ લેવા સુલતાન મહમદ જાફર ની પુત્રી હુરલ ને મોકલવામા આવેલ ત્યારે આ શિવલીંગ ની પુજા મીનળદેવી કરતા હતા એ સમયે મહમદ જાફર ની પુત્રી હુરલ શીવ ની આરાધના જોઇ ને પ્રભાવિત થઈ ગઈ અને હુરલ પણ શીવભક્ત બની ગઈ ત્યારે આ સોમનાથ ની શિવલીંગ ને ખસેડવા માટે મહમદ જાફર ની પુત્રી એ સપોટ કરીને ત્યાથી શિવલીંગ ખસેડવા જણાવેલ અને સોમનાથ ની શિવલીંગ લઈ ને નીક્ળી ગયા અને ત્યાર બાદ લાઠી પંથક ના રાજા નોંઘણજી ગોહિલ ના યુવા અને ખંતિલા રાજકુવર હમીરજી ગોહિલ અને તેમના કારભારી સાથે સોમનાથ દાદા ની વહારે ચડવા સાબદા થયા અને ત્યાથી ગોરડકા ગામના કપોળ વાણિયા વિણીદાસ ગોરડીયા સાથે જોડાયા અને ત્યા રાત વાસો કયૉ હતો અને વેણીદાસ ના ચાર પુત્ર પણ આ શીવાલય ને બચાવવા જોડાયા એમાના એક ઘેલોવાણીયો અને એ બધા ત્યાથી રવાના થયા ત્યાથી મહંત હીરાગરજી સાથે જોડાયા અને ત્યારબાદ આગળ જતા રાતવાસો કયૉ ત્યા મહંત હિરાગરજી ને દાદા સોમનાથ સ્વપને આવ્યા ને સ્વપ્ન મા કીધુ કે મારી શિવલીંગ આગળ એક પોઠીયો રાખો એ પોઠીયો જ્યા બેશે ત્યા મારી સ્થાપના કરજો તેમ કરતા ધીમેધીમે શિવલીંગ ની પાલખી બનાવી આ પાલખી ને આગળ ચાલતા જાય છે તેમ મહમદ જાફર પાછળ પાછળ આવતા જાય છે અને સોમનાથ થી આગળ અરઠીલા વિસ્તાર ના વેગડા ભીલનુ નાનુ રજવાડુ હતુ ત્યાથી વેગડાભીલ અને તેમના રસાલા સાથે રાતવાસો કયૉ અને ત્યાથી થોડેદુર હમીરજી ગોહિલ અને વેજલ ભટ્ટ બ્રાહ્મણ અને અસંખ્ય બ્રાહ્મણો સાથે થોડે દૂર આગળ બન્ને ભેગા થઇ જાય છે અને ત્યા એક ઘમાસાણ યુદ્ધ ખેલાયુ ત્યારે આ યુદ્ધ મા લાઠી ના રાજ કુવર હમીરજી ગોહિલ આ શિવલીંગ પાછળ પ્રથમ પોતાના જીવ નુ બલિદાન આપ્યુ અને હમીરજી ગોહિલ શીવ ના પરમ ઉપાસક નુ આજે પણ પાટણ સોમનાથ મા પાળીયો અને સ્ટેચ્યુ સોમનાથ દાદા ના સનમુખ દશઁન માટે મુકવામા આવેલ છે.તેમજ હજારો ક્ષત્રિયો અને બ્રાહ્મણો એ આ સોમનાથ ની શિવલીંગ ખાતર બલિદાન આપ્યુ હતુ અને એક લોક વાઇકા પણ છે કે સોમનાથ ની શિવલીંગ પાછળ અનેક કિન્નરો એ પણ બલિદાન આપ્યા છે. અને ત્યારબાદ આ ઘમાસાણ યુદ્ધ બાદ ત્યાથી મેહુર ભરવાડ. વેજલ ભટ્ટ. મીનળદેવી.ઘેલો વાણિયા. હુરલ અને અસંખ્ય શ્રત્રિયો અને બ્રાહ્મણો આ શિવલીંગ લઈ ને આગળ નીકળી ગયા અને આ શિવલીંગ ને સહિસલામત બચાવી લેવામા આવી અને ત્યાથી ક્ષત્રિય ચુડાસમા.ગોહિલવાડા..મકવાણા..જાદવ.સહિત ના ક્ષત્રીયો સોમનાથ દાદાની વહારે ચડવા એકઠા થયા ત્યાથી ધીમેધીમે શિવલીંગ ને આગળ લઈ જવા નિકળી ગયા અને પાલખી સાથે અનેક રજવાડા ક્ષત્રિયો બ્રાહ્મણો સહિત આ પાલખી યાત્રામા જોડાયા અને પાલખી ખંભે લઈ ને નિકળતા થયા અને જય સોમનાથ. જય સોમનાથ ના નારા સાથે શિવલીંગ ની પાલખીયાત્રા આગળ નીકળી ગઈ અને મહમદ જાફર અને તેમના સુબાઓ પાછળ આવતા ગયા અને હાલ જસદણ ની વીડ આગળ પહોચ્યા અને પોઠીયો બેસી ગયો ત્યારે વેજલ ભટ્ટ બ્રાહ્મણે કીધુ કે આ પોઠીયો અહી બેસી ગયો છે તો આ સોમનાથ દાદા ની શિવલીંગ ને અહીજ સ્થાપના કરવી છે ત્યાતો તમામ શીવભક્તો એ સોમનાથ દાદા ની જય ઘોષ કયૉ અને સોમનાથ દાદાની શિવલીંગ ની સ્થાપના વિદ્વાન બ્રાહ્મણ વેજલ ભટ્ટ ના મુખે થી મંત્રોચાર કયૉ ત્યા તો મહમદ જાફર સુબાઓ સાથે ઘમાસાણ યુદ્ધ ખેલાયુ અને બ્રાહ્મણો અને ક્ષત્રીયો સહિદ થયા અને મહમદ જાફર ના અનેક સુબાઓ નો પણ ખાતમો કયૉ ત્યા મીનળદેવી ને સોમનાથ દાદા પ્રસન્ન થયા અને મીનળદેવી દાદાને કીધુ કે એ સોમનાથ દાદા મને તમારા કાયમ દશઁન થાય તેમ હુ સામેની ટેકરી પર જીવંત સમાધી લેવા માંગુ છુ તો સોમનાથ દાદા પ્રસન્ન થયા અને ટેકરી પર ધરતીમાતા એ જગ્યા આપી અને એ ટેકરી મીનળદેવી એ જીવતા સમાધી લીધી એવી આજે પણ લોકવાયકા છે કે આ ટેકરી પર સમાધી લીધી અને ત્યારે આજે સતિ મીનળદેવી ની ટેકરી પર એક મંદિર ટ્રસ્ટ દ્રારા બનાવાયેલુ છે.અને સતિ મીનળદેવી ના સ્મરણ રૂપે આજે અખંડ જ્યોત કાયમ જળહળે છે.અને ત્યારે વેજલ ભટ્ટ ભુદેવે સોમનાથ દાદાની પ્રતિષ્ઠા કરી અને વેજલભટ્ટે છેલ્લે એટલુ બોલ્યા કે અત્યારે ઘેલો વાણિયા મહમદ જાફર સાથે છેલ્લે સુધી લડતા લડતા ઘેલા વેણીયા નુ ખાલી ધડ લડતુ ત્યારે વેજલભટ્ટ ભુદેવે કીધુ કે આ સોમનાથ દાદા ની રખેવાળી ઘેલા વાણિયા છેલ્લે સુધી લડતા રહ્યા અને વેજલભટ્ટે હવે સોમનાથ ની આગળ ઘેલા ના નામ ઉપર થી આ સોમનાથ ઘેલા સોમનાથ થી ઓળખાશે એ ઘેલા સોમનાથ નામ વિદ્વાન ભુદેવ વેજલભટ્ટે નામ આપ્યુ છે તેવી લોક વાઇકા છે અને ત્યા જ વેજલભટ્ટ ભુદેવે પણ જીવ નો ત્યાગ કયૉ અને ત્યારબાદ આ ઘેલા સોમનાથ દાદાની શિવલીંગ પર મહમદ જાફર સુબાઓ સાથે આ શિવલીંગ પર તલવાર ના ઘા કયૉ શિવલીંગ તોડવા પણ છેલ્લે સોમનાથ દાદા કોપાઇમાન થયા અને શિવલીંગ પર થી અસંખ્ય ભમરા ઓ નુ જુંડ ઉડતા ત્યાથી મહમદ જાફર સુબાઓ સાથે ભાગી નીકળ્યા તેવી આ ઘેલા સોમનાથ મહાદેવ ના શીવાલય ના ઇતિહાસ ની લોકવાયકા છે
