દોલતપર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન સબ સેન્ટર પેટા આરોગ્ય કેન્દ્ર માં થયું હતું. શ્રી ગ્રામ પંચાયત અને શ્રી પ્રાથમિક શાળાના સંપૂર્ણ સહયોગથી રથનું આગમન થતા ની સાથે જ પ્રાથમિક શાળાની બાળાઓએ સામૈયા કરીને મહાનુભાવો તથા પધારેલ અધિકારીશ્રીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યુ અને ત્યારબાદ પધારેલા રાજકીય અગ્રણીઓ તથા અધિકારીશ્રીઓ ને સ્ટેજ પર સ્થાન આપી ને પુષ્પગુચ્છ આપી ને સન્માન થી સ્વાગત કરવામાં આવ્યું અને આ તકે આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામાં આવ્યું અને ખેતી ,આંગણ વાડી, મિશન મંગલમ, આરોગ્ય, તથા પંચાયતથી મળતી સહાયના લાભાર્થીએ પોતપોતાને મળતી સહાયના ધોરણનું મંતવ્ય પણ આપ્યું. વધુમાં પ્રાથમિક શાળાની બહેનોએ સરસ મજાનું સંગીત સાથે નૃત્ય કરીને તમામ મહાનુભાવો અને અધિકારીશ્રીઓને પ્રભાવિત કર્યા.ઉપરાંત રથમાં આવેલ સરકારશ્રીની તમામ યોજનાની માહિતી અને માર્ગદર્શન આપત્તો વિડ્યો પણ દરેક ને બતાવી ને ઉત્સાહિત કર્યા. તાલુકા પંચાયતથી પધારેલા અધિકારીશ્રીઓ ,તલાટી મંત્રીશ્રી ,ગ્રામ સેવક શ્રી, મિશન મંગલમ ના અધિકારી શ્રી ,આરોગ્ય કેન્દ્ર માંથી આવેલ અધિકારીશ્રી તથા કર્મચારીશ્રી ,આંગણ વાડી સંચાલિકા તથા સ્ટાફ આશાવર્કર બહેનો તથા પ્રાથમિક શાળા ના આચાર્યશ્રી તથા શિક્ષક ભાઈઓ – બહેનો ગામમાંથી પધારેલા તમામ આગેવાન વડીલશ્રીઓ ,યુવાન ભાઈ – બહેનો માતાઓ તથા નાના ભૂલકા પણ આ સરસ મજાના કાર્યક્રમનો લ્હાવો લઈને સંતુષ્ઠ થયા.સરપંચ શ્રી મનોજભાઈ આહિર, ઉપસરપંચ શ્રી હરેશભાઈ ડાભી,માજી સરપંચ નાનજીભાઈ ભખોડીયા, જસદણ તાલુકા યુવા ભાજપ પ્રમુખ ભાવેશભાઇ વેકરીયા,જસદણ તાલુકા પ્રભારી મનોજભાઈ રાઠોડ, ભાજપ મહામંત્રી સતીષભાઈ વસાણી,ભાજપ મહામંત્રી મયુરભાઇ સેગલીયા અને તમામ ગ્રામપંચાયત સભ્યો દ્વારા સંપૂર્ણ સહયોગ આપવામાં આવેલ .આ કાર્યક્રમમાં હાજરી આપીને આ કાર્યક્રમ ને ઉજળો કરી આપવા બદલ શ્રી ગ્રામ પંચાયત દોલતપર સર્વોનો ખૂબ ખૂબ આભાર માને છે
રીપોર્ટ રસીક વીસાવળીયા જસદણ
