વિંછીયા

વીંછીયાના પીપરડીમાં પૈસાની ઉઘરાણી પ્રશ્ને ભલાભાઇ લાકડીથી બે શખ્સોનો હુમલો જ

વીંછીયાના પીપરડી ગામમાં રહેતા યુવાનને ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી પ્રશ્ને બે શખ્સોએ લાકડી વડે માર મારતા ફરીયાદ થઇ છે. મળતી વિગત મુજબ પીપરડી ગામમાં રહેતા ભલાભાઇ કરશનભાઇ ચાવડા ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે ઘર પાસે રહેતા દિનેશ વાલજીભાઇ પરમાર અને તેનો ભાઇ સુરેશ પરમાર બંનેએ ફોન કરી ભલાભાઇને તેના ઘર પાસે બજારમાં બોલાવી દિનેશે ઉછીના આપેલા રૂા. ૧૦૦૦ ની માંગણી કરી ભલાભાઇ સાથે ગાળો આપી લાકડી વડે માર મારી ભલાભાઇને ડાબા હાથમાં ફ્રેકચર જેવી ઇજા કરી નાસી ગયા હતાં.બાદ ભલાભાઇને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ અંગે ભલાભાઇએ વિંછીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ મનોજભાઇ ડાભીએ તપાસ હાથ ધરી છે

Related posts

રામનવમી નિમિત્તે વિંછીયા રામજી મંદિર ખાતે રામનવમીની ઉજવણી કરવામાં આવી.

Rajesh Limbasiya

વીંછીયાના જનડા ગામે કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા દ્વારા પુસ્તકાલયના ઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા,

Rajesh Limbasiya

વિંછીયા તાલુકાના અજમેર ગામે અજમેર સેવા સહકારી મંડળીની સાધારણ સભામાં યોજાય

Rajesh Limbasiya