જસદણ

હથિયાર સાથે સોશિયલ મીડિયામાં ફોટો ફરતો કરતા જસદણના બે શખ્સની અટકાયત

પોલીસે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધી બંને સામે કાર્યવાહી કરી હથિયાર સાથે સોશિયલ મિડીયા પર ફોટો અપલોડ કરાતા જસદણના બે શખ્સ સામે ગુનો દાખલ થયો છે.રાજકોટ રૂરલ એસઓજીએ આ કાર્યવાહી કરી હતી. આ ફોટો અપલોડ કરનાર પ્રદીપ ધાધલ અને જેનું પરવાના વાળું હથિયાર હતું તે શિવકુ કાઠીની અટકાયત કરાઈ છે. જેમાં રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે હથિયાર પરવાનો કે, લાયસન્સ ન હોવા છતા, સમાજમાં ખોટો ભય ઉભો કરવાના ઇરાદે તેમજ પોતાના શોખ ખાતર પરવાનાવાળા હથિયારથી ફોટોઓ પાડી પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં ફોટોઓ અપલોડ કરતા શખ્સો સામે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેથી પીઆઈ વી.વી. ઓડેદરા અને એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ બી.સી. મિયાત્રાના માર્ગદર્શન હેઠળ રાજકોટ રૂરલ એસઓજીની ટીમ વોચમાં હતી. એ દરમિયાન પ્રદીપભાઈ ભરતભાઈ ધાધલ (ઉ.વ.27, રહે. પુષ્કર ધામ સોસાયટી, જસદણ) નામના યુવાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં હથિયાર સાથે ફોટો અપલોડ કર્યાનું ધ્યાન પર આવેલ. આરોપીને બોલાવી એસઓજીની ટીમે ખરાઈ હતી. જેમાં પ્રદીપે જણાવેલ કે, આ ફોટામાં દેખાતું હથિયાર જસદણના ગીતાનગરમાં રહેતા શિવકુભાઈ લખુભાઈ ધાધલ(ઉ.વ.44)નું છે. જેથી શિવકુને બોલાવી પૂછપરછ કરતા વર્ષ 2019માં પ્રદીપે આ હથિયાર સાથે જસદણના ખાણપર રોડ પર આવેલ શિવની ડેરી પાસે ફોટો પડાવ્યો હતો. આ બંદૂકનો પરવાનો શિવકુ પાસે છે. એસઓજીની ટીમે જસદણ પોલીસ મથકે શિવકુની લાયસન્સ વાળી બંદૂક સાથે પ્રદીપે ફોટો પડાવી સમાજમાં ખોટો ભય ઉભો કરવા પ્રયાસ કર્યો હોય અને શિવકુએ પોતાના પરવાના વાળું હથિયાર અન્યને એટલે કે પ્રદીપને આપ્યું હોય એ અંગે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કામગીરી પીઆઈ વી.વી. ઓડેદરા અને એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ બી.સી. મિયાત્રાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ અતુલભાઇ ડાભી, હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ વેગડ, હિતેશભાઈ અગ્રવાત, જયવીરસિંહ રાણા, ભગીરથસિંહ જાડેજા, અમિતભાઇ કનેરીયા, અરવિંદભાઇ દાફડા, કોન્સ્ટેબલ રણજીતભાઇ ધાધલ, અમિતદાન સુરૂ, કાળુભાઇ ધાધલ, વિજયગીરી ગોસ્વામી, નરશીભાઇ બાવળીયા વગેરે ફરજ પર રહ્યા હતા.

Related posts

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ભરતભાઈ બોઘરા પોતાના વતન કમળાપુર ખાતેના નિવાસસ્થાને ગ્રામજનો, કાર્યકર્તાઓ ને શુભકામનાઓ પાઠવશે.

Rajesh Limbasiya

જસદણ તાલુકાની શ્રી જુનાપીપળીયા તા.શાળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.

Rajesh Limbasiya

સૌની યોજના અંતર્ગત ડેમ ભરવામાં નહીં આવે તો આંદોલન કરીશું : “આપ”ના પ્રમુખ હિતેશ ખાખરીયા

Rajesh Limbasiya