જસદણમાં નવરાત્રિના પવિત્ર તહેવાર નિમિત્તે, અવતાર ટ્રસ્ટ દ્વારા જસદણ શહેરની ગરબીઓમાં એક અનોખી અને પર્યાવરણ લક્ષી પહેલ કરવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા બાળાઓને ‘એક ચકલીનો માળો અને કિચન’ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને લુપ્ત થતી ચકલીઓ પ્રત્યે જાગૃત કરવા અને પર્યાવરણ તેમજ પક્ષી સંરક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો છે. નવરાત્રિના પાવન અવસરે મા જગદંબાના આશીર્વાદ સાથે, આ ટ્રસ્ટે શહેરના દરેક વિસ્તારની ગરબીઓમાં આ કીટ પહોંચાડીને એક સકારાત્મક સંદેશ આપ્યો છે. અવતાર ટ્રસ્ટ આવનારા સમયમાં પણ પર્યાવરણ અને સમાજહિતના કામો માટે આ પ્રકારની પહેલ ચાલુ રાખશે તો સૌને સહભાગી બનવા અપીલ કરે છે.આ તકે ગરબીના આયોજકો અને શહેરીજનોએ ટ્રસ્ટના આ સરાહનીય કાર્યને ખુબ જ ઉમંગભેર આવકારીને આ અનોખા ઉપક્રમ માટે આભાર વ્યક્ત કર્યો છે.
રિપોર્ટ:જસદણ
