આજે જસદણમાં ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવે છે. ગાંધીજી સ્વચ્છતાના ખુબ જ આગ્રહી હતા તેથી તેમના જન્મ દિવસની ઉજવણી સ્વચ્છતા અભિયાનથી કરવામાં આવે છે તે અનુસંધાને રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કૈલા સાહેબના માર્ગદર્શન નીચે રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાની શ્રી ઉમિયા વિદ્યામંદિર-રૂપાવટીના NSS યુનિટના 350 જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનોએ વીંછીયા તાલુકાના પ્રખ્યાત એવા શ્રી ઘેલા સોમનાથ મંદિરમાં ગાંધી જયંતીની ઉજવણી કરી. સ્વચ્છતા અભિયાનની શરૂઆત મંદિરના મેનેજરશ્રી ભટ્ટભાઈ, શીલુભાઈ અને ભાજપના આગેવાનો શ્રી ખોડાભાઈ ખસિયા, ભૂપતભાઈ કેરાળીયા, અરવિંદભાઇ રાજપરા, ઉકાભાઈ રબારી અને શાળાના શિક્ષક ભાઈ-બહેનોએ દીપ પ્રાગટ્ય કરીને સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી. સ્વચ્છતા અભિયાન અંતગર્ત શ્રી સોમનાથ મહાદેવ મંદિરના પરિસર, પાર્કિંગ, મંદિરની આજુબાજુ અને મીનળદેવી મંદિર અને તેના પગથિયાની આજુબાજુ સાફ સફાઇ કરીને ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી.શાળાના આચાર્ય ભૂવા ધર્મેશભાઈ રામજીભાઇ અને NSS યુનિટના પ્રોગ્રામ ઓફિસર કેરાળીયા કિરીટભાઈએ જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો.
રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ
