જસદણ

જસદણના ડો. દીપક રામાણી સાહેબની સફળ સર્જરીથી બાળકને નવજીવન મળ્યું

જસદણ સરકારી હોસ્પિટલમાં સુપ્રિટેન્ડન્ટ ડો. રાકેશકુમાર સિન્હા સાહેબ અને મેડિકલ ઓફિસર ડો. રાકેશ મૈત્રી સાહેબની વડપણ હેઠળ પ્રસંશનીય સેવાકાર્યના કારણે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં અવિરત વધારો થઈ રહ્યો છે ત્યારે ગઈકાલે આંબરડી ગામના ઘ્રુવ જીતુભાઈ વાઘેલા (ઉ.વ. ૧૩) ને એપેન્ડીક્ષનો અસહ્ય દુખાવો ઉપડતા રામાણી જનરલ સર્જીકલ હોસ્પિટલના ખ્યાતનામ સર્જન ડો. દીપક રામાણી સાહેબે બાળકનુ નિદાન કરતા બાળકને એપેન્ડીક્ષ બહાર દેખાતા બાળકના પરિવારજનોને તાત્કાલિક ઓપરેશનની સલાહ આપતા પરિવારજનો ખાનગી હોસ્પિટલમાં ઓપરેશનનો ખર્ચ કરી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી ડો. દીપક રામાણી સાહેબે એનેસ્થેટીક ડો. રિંકલ ઉનડકટ મેડમને સાથે રાખી બાળકનું સરકારી હોસ્પિટલમાં સફળ ઓપરેશન પાર પાડતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો માનવતાના ઉપાસક અને ઉદાર મનના માનવી ડો. દીપક રામાણી સાહેબના સત્કાર્યોને આવકારતા આત્મીય અભિનંદન સહ અનંત શુભેચ્છાઓ.

Related posts

જાણો શું છે જસદણના ઘેલા સોમનાથ મંદિરનો ઇતિહાસ…

Rajesh Limbasiya

રાજકોટ જસદણ ના ચુનારાવાડ પ્રાથમિક શાળાના ત્રણ વિદ્યાર્થીઓને પ્રથમ નંબર મેળવનાર દરેક વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કર્યા.

Rajesh Limbasiya

આવતીકાલે જસદણમાં દિવ્યધામ વલારડી દ્વારા આયોજિત તીર્થયાત્રા મહોત્સવ યોજાશે

Rajesh Limbasiya